હવામાન વિભાગે આવનાર 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની કરી આગાહી….

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હાલમાં, રાજ્ય છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતીઓને આકરી ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ભેજનું પ્રમાણ વધી રહ્યું છે.

Advertisement

હવામાન વિભાગ એ આજે ​​દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ સામાન્ય વરસાદની અપેક્ષા છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ક્યાંક ભારે વરસાદ પડશે. જો કે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી છે.

અહીં 21મી સુધી ભારે વરસાદની સંભાવના છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ જે છે તે વધુ મજબૂત બન્યું છે. જેમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો ત્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદ શહેરમાં પણ એક-બે જગ્યાએ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આ સમયે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

આ સાથે વલસાડ, દાદરનગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. જો કે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ પડ્યો હતો.બપોર બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.આમ ભારે ગરમી અને ઠંડીના વાતાવરણમાં મેઘરાજાની અચાનક એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમી અને વાવાઝોડાથી રાહત મળી હતી.

નોંધનીય છે કે નજીકના ભવિષ્યમાં વલસાડ જિલ્લા ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, ત્યારથી હળવો વરસાદ પડી રહ્યો છે.રાત્રે 10 વાગ્યા સુધી 11 જિલ્લામાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ચારેય પંથકમાં વરસાદની આગાહી.

જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે. છેલ્લા 12 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસી રહ્યા છે. સુરતના કામરેજમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે.

અત્રે જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement