હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાતા આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ….

ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 જૂનથી ફરીથી ભારે વરસાદનો સમયગાળો શરૂ થશે. 1 જુલાઈએ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ભારે વરસાદ પડશે. હાલમાં, રાજસ્થાન, અરબી સમુદ્ર અને મધ્યપ્રદેશ પર સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાયું છે અને દરિયાકાંઠે પવનની ઝડપ વધી શકે છે.

Advertisement

ત્યારે ગુજરાતના દરિયાકાંઠે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આથી ગુજરાતના તમામ બંદરો પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યા છે. અહીં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.ગુજરાતના દરિયામાં લો પ્રેશર સક્રિય થતાં તંત્ર એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે પવન સાથે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર ફરીથી એલર્ટ પર મુકાયું છે. વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાને પગલે વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે.હાલ ગુજરાતના તમામ બંદરો પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યા છે.

માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે કારણ કે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. રાજ્યના દરિયાકાંઠે રહેતા લોકો અને માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. હાલમાં જાળ, માંડવી, મુન્દ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયામાં લો પ્રેશર છે અને દરિયાકાંઠે પવનની ઝડપ વધી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના છે. જાળ, માંડવી ખાતે સિગ્નલ નંબર 3 છે. મુન્દ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભરતીના ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ વિભાગે લોકોને બીચથી દૂર રહેવા સૂચના આપી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તેમજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં હળવા વરસાદની શક્યતા છે.

30 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. રથયાત્રાના દિવસે 1 જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે. મહીસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેના કારણે 5 જુલાઈથી અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જે વાદળી આકાશ વચ્ચે 5 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ લાવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

Advertisement