હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં રહશે વરસાદી માહોલ….

ચોમાસાની શરૂઆત વચ્ચે આજે મહેસાણા, ખેરાલુ, સુરેન્દ્રનગર, પાવાગઢ સહિતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે સાથે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 17 તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 1.5 ઈંચ, બાબરામાં 1 ઈંચ અને ધરમપુર અને ખેડબ્રહ્મામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

Advertisement

આ ઉપરાંત ધંધુકામાં 7 મીમી, ગોંડલમાં 6 મીમી અને વડીયામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 જૂને વધુ વરસાદની આગાહી છે, ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ભારે વરસાદ. જો કે, હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી.

ત્રણ દિવસ પછી પવનની દિશા બદલાતા વરસાદ પડશે. અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે.યાત્રાધામ પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ ખબક્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને અવકાશી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેને લઈને ધોધમાર વરસાદથી પાવાગઢના પગથિયાં પર પાણી વહેતુ થયું હતું. પગથિયાં પરથી વહેતા પાણીના અદભુત દ્રશ્યોને લઈને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

વહેતા પાણીના અદભૂત દ્રશ્યોને લીધે યાત્રાધામ પાવાગઢનું સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. સુરેન્દ્રનગર પંથકમા પણ કાલે મેઘમહેર જોવા મળી હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ચોટીલામાં વરસાદે સટાસટી બોલાવતા ચારે કોર પાણી. પાણી.ના દ્રશ્યો સર્જાયા હતા. વધુમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ વતાવરણમાં પલતા સાથે વરસાદે બેટિંગ કરી હતી. વાંસદા સહિત આસપાસના ગામોમાં સાંજે વરસાદની શરૃઆત થઇ હતી.

વાંસદા ટાઉનમાં પણ ખડકાલા સર્કલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. વેગીલા વાયરા સાથે નાવડા, રામપરા, કાપડીયાળી, રોજીદ, ભીમનાથ, ખમીદાણા ગામે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વધુમાં બોટાદ જિલ્લાના બરવાળા ખાતે પણ વરસાદ વરસ્યો હતો.સાંજના સમયે બરવાળા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

નાવડા, રામપરા, કાપડીયાળી, રોજીદ ભીમનાથ, ખમીદાણા ગામે વરસાદ પડતાં ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, નવસારી, દાદરનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે.

પાવાગઢમાં વાદળછાયું વરસાદ વરસ્યો છે. મેઘેશ્વરી પણ આણંદ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ધોરાજીના ખેડૂતો ખુશ છે. વલસાડના કેટલાક વિસ્તારોમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો. વરસાદે હાલર રોડ, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિશાળ બજાર વિસ્તારમાં તબાહી મચાવી હતી. બફારા અને આકરી ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ બાદ ગરમીમાંથી રાહત મળી હતી.

Advertisement