હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી, આ જૂન મહિના અંતમાં ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા કરશે તાંડવ….

લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આજથી 4 દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખબકી શકે છે.ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. આવા સમયે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી વધુ મહત્વની છે.

Advertisement

તે સમયે અંબાલાલની આગાહી મુજબ, રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઈ સુધી વાવણીલાયક વરસાદ થશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવોથી ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવોથી ભારે વરસાદ પડશે.

ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવોથી ભારે વરસાદ પડશે. અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે જૂનના અંત સુધીમાં ગુજરાત પાણીમાં ડૂબી જશે.અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.જો કે હવામાન વિભાગે 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.તેથી કાલે જૂને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

હાલ હવામાન વિભાગે માછીમારોને 2 દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ વરસાદ પડવાની સંભાવના છે.તમને જણાવી દઈએ કે શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના કુલ 48 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ અને મહેમદાવાદમાં એક ઈંચ નોંધાયો હતો.

બોટાદના કપડવંજ, ચોટીલા, સુરત શહેર, ધોળકા અને રાણપુરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

Advertisement