હવામાન વિભાગની આગાહી, આજથી 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે મુશળધાર વરસાદ….

આજે હવામાન વિભાગે ગુજરાતમાં રાજ્યના 14 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે ગીર-સોમનાથ જિલ્લા અને નવસારીમાં વરસાદ પડ્યો હતો. આ સાથે જ સુરત જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ્યાં આજથી મુશળધાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આ આગાહી છે.

Advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મેઘરાજા વરસશે. બીજી તરફ હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.જૂનાગઢના ગીર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે.

તાલાલા, ખીરધાર, બકુલા ધણેજ, ધારાવડ, લાડુડી, દેવ ગાંવ, જયપુર સહિતના અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તાલુકામાં વરસાદથી ખેડૂતો ભારે ખુશ છે. જૂનાગઢના વિસાવદર પંથકમાં પણ ભારે વરસાદ થયો છે. વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાનમાં એકાએક પલટો આવતા નાનકોટડા, વાજડી, રૂપવતી, ઉમરાળા, જુની ચાવંડ, શિરવાણીયા સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

જૂનાગઢ પંથકમાં વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે ગિરનાર પર્વતનો સુંદર નજારો જોવા મળ્યો હતો. આ સુંદર નજારા જોવા લોકો ગિરનારની તળેટીમાં પહોંચી ગયા છે. જિલ્લાના વિસાવદરમાં દોઢ કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં સોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

જેથી વરસાદી પાણી શહેરના માર્ગો પરથી વહેતી નદીની જેમ વહી ગયા હતા.આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લા અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેમના મતે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ ઉભી થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં 26 કે 27 જૂનથી સારો વરસાદ થશે. 30 જૂન સુધી રાજ્યના 95 ટકા વિસ્તારોમાં વરસાદ પડશે. તેમણે જુલાઈમાં રાજ્યમાં કરા પડવાની આગાહી પણ કરી હતી.

Advertisement