હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી…

ગુજરાતમાં હવે ચોમાસાએ એન્ટ્રી મારી દેતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પધરામણી કરી દીધી છે. ત્યારે છેલ્લાં 3-4 દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારો અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે માઝા મૂકી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

Advertisement

જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં વધુ પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે, ગુજરાત હવામાન વિભાગે 21 અને 6 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં 22 જૂને ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.માછીમારોને 20 થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં 25 જૂનથી 3 જુલાઈ સુધી વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. અને રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવો વરસાદ અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલે કયા જિલ્લામાં તેની આગાહી કરી હતી.ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાત પાણીમાં ડૂબી જશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.

વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, નવસારી, દાદરનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. પાવાગઢમાં વાદળછાયું વરસાદ વરસ્યો છે. મેઘેશ્વરી પણ આણંદ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ધોરાજીના ખેડૂતો ખુશ છે.

વલસાડના કેટલાક વિસ્તારોમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો. વરસાદે હાલર રોડ, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિશાળ બજાર વિસ્તારમાં તબાહી મચાવી હતી. કમોસમી તોફાન અને આકરી ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ બાદ ગરમીમાંથી રાહત મળી હતી.

Advertisement