કાળઝાડ ગરમીથી મળશે રાહત, ગુજરાતમાં 5 દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ….

હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી મોસમનું આગમન થઈ ગયું છે. ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ સાથે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે.

Advertisement

તેમણે 24 જૂનથી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે.

રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. ગુજરાતમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં 23 મીમી વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં ચોમાસાએ દસ્તક આપી છે. દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થયો છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ગુજરાતમાં વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં 23 મીમી વરસાદ નોંધાયો છે.રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ગુજરાતમાં વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.વલસાડીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં 23 મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદ ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

રાજ્યના અનેક ખેડૂતો વાવણીલાયક વરસાદથી ખુશ છે. નદીઓ, નાળા, જળાશયોમાં પણ ચોખ્ખું પાણી આવી રહ્યું છે. વાપી, વલસાડ જિલ્લા, ડભોઇ, ઉમરગામ, સાપ્રત નગર, વાપી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. દમણ અને દાદરનગર કી હવેલીમાં પણ વરસાદ પડ્યો હતો. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો વલસાડમાં પણ વરસાદનું વાતાવરણ હતું. 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સોમવારે રાજ્યમાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 9.92 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે આખા વલસાડ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. વલસાડના જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં સોમવારે દિવસભર ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર અને કેટલીક જગ્યાએ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

આવી જ રીતે વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વાપી વલસાડ અને પારડી તાલુકામાં સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું.રાજ્યમાં સોમવારે વરસાદના આંકડા તપાસીએ તો, રાજ્યના કુલ 87 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

આ સાથે ઉમરગામમાં સૌથી વધુ 9.92 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે વલસાડમાં 4.56 ઇંચ, વાપીમાં 3.76 ઇંચ, નર્મદના ગરુડેશ્વરમાં 3.6 ઇંચ, વલસાડના પારડીમાં 3.2 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 2.84 ઇંચ, જ્યારે કપરાડામાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે બોટાદના બરવાળા, નવસારીના ખેરગામમાં 50 એમએમથી વધુ વરસાદ નોંધાયો હતો.

Advertisement