ખેડૂતો માટે ખુશીના સમાચાર, અંબાલાલ પટેલે ગુજરાતમાં આ તારીખથી વાવણીલાયક વરસાદની કરી આગાહી….

મેઘરાજાની સવારી અત્યારે ગુજરાતમાં જામી છે. રવિવારે વરસાદે 80થી વધુ તાલુકાઓમાં લોકોને રાહત આપી હતી. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે સોમવારે 14 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગાહી. દક્ષિણ ગુજરાતના બે જિલ્લા વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

આ સાથે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.ગુજરાતમાં વરસાદ અંગેની બીજી આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મધ્ય અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે આજે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

જેમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી વધુ મહત્વની છે. તે સમયે અંબાલાલની આગાહી મુજબ, રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઈ સુધી વાવણીલાયક વરસાદ થશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવોથી ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવોથી ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવોથી ભારે વરસાદ પડશે. અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે જૂનના અંત સુધીમાં ગુજરાત પાણીમાં ડૂબી જશે. જો વિસ્તારની વાત કરીએ તો ગઈકાલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો.

સુરતમાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી તરફ અમરેલીના જાફરાબાદ કાંઠા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત ગઈકાલે અમરેલીના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે ધારી-ગીર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ધારીના વિરપુર, ઝીરા, મુંઝાણીયા અને ઇંગોરલામાં વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો હતો.

ગઈકાલે વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી વરસાદ વરસી રહ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ગઇકાલે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વિસાવદરમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોને વાવણી દરમિયાન પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વિસાવદરમાં ગઈકાલે 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

Advertisement