મારા 13 વર્ષના દીકરાને છેલ્લા કેટલાય સમયથી પો@ર્ન જોવાની ખુબ જ ખરાબ લત લાગી ગઈ છે હું તેને આ વિશે કેવી રીતે વાત કરું?…

સવાલ.હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે. જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે.

Advertisement

તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે. જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?.

જવાબ.તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

સવાલ.હું ૨૬ વર્ષની યુવતી છું.નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે. મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી. માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું.આમ તો આ મારા બીજીવાર લગ્ન છે. પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી. દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી. તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું?.

જવાબ.તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે.જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ. ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.

સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહ-વાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે.મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારી-રિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?એક યુવતી.

જવાબ.સહ-વાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહ-વાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહ-વાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

સવાલ.હું ૨૭ વર્ષનો યુવક છું.શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ. સિગારેટ, દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ. હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં. હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.

જવાબ.તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે. હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.

સવાલ.હું ૪૦ વર્ષની પરિણીતા છું.સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા.વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?.

જવાબ.તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે.પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સવાલ.મારો પુત્ર 13 વર્ષનો છે અને તે તેના અભ્યાસમાં વધુ ધ્યાન આપતો નથી. છેલ્લાં 8 મહિનાથી હું જોઈ રહ્યો છું કે તે તેના સ્માર્ટફોન સાથે સતત ચોંટી ગયો છે. થોડા દિવસો પહેલા મેં મારા પુત્રનો ફોન ચેક કર્યો અને મને આશ્ચર્ય થયું કે તે માત્ર પોર્ન ક્લિપ્સથી ભરેલો હતો.

ત્યારે મને ખબર પડી કે મારા પુત્રની પણ એક ગર્લફ્રેન્ડ છે. હું મારા પુત્રને કહી શકતો નથી કે મેં તેનો ફોન ચેક કર્યો છે પરંતુ હું તેને કહેવા માંગુ છું કે તે જે માર્ગ પર ચાલી રહ્યો છે તે ખોટો છે. હું મારા પુત્ર સાથે આ વિષય વિશે કેવી રીતે વાત કરી શકું?

જવાબ.આજના બાળકોમાં મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ જરૂરિયાત કરતા વધુ વધી રહ્યો છે. વળી, ઈન્ટરનેટને કારણે આવી પુખ્ત સામગ્રી પણ બાળકોને સરળતાથી મળી રહે છે. હું સમજી શકું છું કે તમારું બાળક અભ્યાસને બદલે આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેનાથી તમે એક માતાપિતા તરીકે કેટલા નારાજ હશો. મને લાગે છે કે તમે અથવા તમારા પતિ જે બાળક કરતાં વધુ નજીક છે તેમણે તેના વિશે વાત કરવી જોઈએ. બાળક સાથે આ વિશે વાત કરતી વખતે ધ્યાન રાખો કે તમે તેને એકલતાનો અનુભવ ન કરાવો.

જો બાળકનો કોઈ નાનો ભાઈ હોય, તો તેની સામે પુત્ર સાથે આ વિષય પર વાત ન કરો. સારું રહેશે જો તમે પુત્રને કહો કે તેની ઉંમરમાં બાળકો ખોટા રસ્તે જવું સામાન્ય છે પરંતુ તે ખૂબ જ જરૂરી છે કે તેણે આ ખરાબ આદત છોડીને સાચા માર્ગ પર પાછા ફરવું જોઈએ અને આવી ઈચ્છાઓને તેના ભવિષ્ય માટે જ રહેવા દેવી જોઈએ. અંતે મારી સલાહ છે કે બાળક સાથે માતા-પિતા તરીકે નહીં પણ મિત્ર તરીકે વાત કરો.

Advertisement