મારા લિં@ગની ઉપરની ચામડી ખુબજ ટાઇટ થઇ ગઇ છે, જો હું તેને પાછળ ખેચું તો ખુબજ દુખાવો થાય છે, શું આનો કોઈ ઈલાજ છે?…

સવાલ.હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી જ શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો?.

Advertisement

જવાબ.દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ જ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

સવાલ.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?

જવાબ.તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.

સવાલ.હુ એક નોકરી કરતી પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને?

જવાબ.તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે જ વધારે સારું રહેશે.

સવાલ.મેં પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના સભ્યોએ યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે. ખરું જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી. પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું.

હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે. તે બધું મારા પતિને કહું છું તો તે કહે છે તેને બોેલવા દે, તું શા માટે ચિંતા કરે છે. હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી જ લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોેથપોથ થઈ જઈશ.

જવાબ.તમે કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં. પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જ જશો.

સવાલ.હું 64 વર્ષનો છું અને આ દિવસોમાં હું પ્રાઈવેટ પાર્ટની ફોરસ્કિનમાં વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છું. મને પહેલાં ક્યારેય ફોરસ્કીન પાછી ખેંચવામાં સમસ્યા આવી નથી. પરંતુ હવે લાગે છે કે તે ચુસ્ત બની ગયો છે અને તેને પાછું મૂકવું પીડાદાયક લાગે છે. આનું કારણ શું હોઈ શકે અને હું આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકું?

જવાબ.આ સમસ્યાનું એક કારણ ડાયાબિટીસ હોઈ શકે છે. તમારા ડૉક્ટરની મુલાકાત લો અને તેને કારણ જાણવા માટે કહો. દરમિયાન, પ્રાઈવેટ પાર્ટની ટોચ પર અને ફોરસ્કીનની નીચે બેટનોવેટ એન ક્રીમ લગાવો. તેનાથી ત્વચાની ચુસ્તતા ઓછી થશે. જો આ ક્રીમ લગાવ્યાના એક મહિના પછી પણ કોઈ સુધારો થતો નથી, તો તરત જ યુરોલોજિસ્ટનો સંપર્ક કરો.

Advertisement