મારી પત્નીને દરરોજ સે@ક્સની ઈચ્છા થાય છે પણ મને અમુક જ વાર સે@ક્સની ઈચ્છા થાય છે, હું શું કરું?…

સવાલ.મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ જ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી જ નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે.

Advertisement

જવાબ.પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી જ નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર જ આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી પણ શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

સવાલ.શું કેટલીક સ્ત્રીઓ ગુદા-મૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ.

જવાબ.હા, કેટલીક સ્ત્રીઓને ગુદા-મૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિના હોઠોને વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે. જે સં@ભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.

સવાલ.શું સ્ત્રીએ યોનિ- ડુશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ.

જવાબ.ના આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણ માં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે. ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેનો સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.

સવાલ.અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં પણ છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો બધો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.

જવાબ.૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ હવે સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવી જાય. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપી દો.

સવાલ.લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી જ નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ખૂબ ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે.

જવાબ.પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જ જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી હોતી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી જ નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે. એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો પણ નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.

સવાલ.હું ૧૮ની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી.

જવાબ.તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ પણ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી હોતો. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક પણ છે.કાણાને કાણો કહે વરવું લાગે વેણએ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખી જાવ.

સવાલ.હું જાણવા માંગુ છું કે લોકોમાં એવી માન્યતા કેમ છે કે પુરુષ હંમેશા સે@ક્સના મૂડમાં હોય છે. હું 46 વર્ષનો છું અને મને નથી લાગતું કે હું આવો છું. મેં 38 વર્ષની ઉંમરે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા અને અમારું લગ્નજીવન સુખી છે. અમારો એક પુત્ર પણ છે. જ્યારે મારી પત્ની મારી બાજુમાં ન હોય ત્યારે હું સૂઈ શકતો નથી.

પરંતુ આ દિવસોમાં પત્નીની ઈચ્છાઓ વધી ગઈ છે અને તે ઈચ્છે છે કે હું દરરોજ તેની સાથે સે@ક્સ કરું. અમે નાના હતા ત્યારે પણ આવું નહોતું કર્યું. હું મારા મિત્રોની જેમ સે@ક્સ પ્રત્યે વધારે ઉત્સાહિત નથી થતો. પરંતુ મારી પત્ની આનાથી ખુશ નથી. શું મારી આ સમસ્યાનો કોઈ ઉકેલ હોઈ શકે?

જવાબ.મારી તમને સલાહ છે કે તમારે તમારી પત્ની સાથે 14 દિવસમાં એકવાર સે@ક્સ કરવું જોઈએ. બાકીના દિવસોમાં તમે ફોરપ્લે દ્વારા પત્નીની ઉત્તેજના વધારી શકો છો જેથી કરીને તેને ઓર્ગેઝમ મેળવવામાં કોઈ તકલીફ ન પડે. આમ કરવાથી પત્ની પણ સંતુષ્ટ થશે અને તમે પણ આરામદાયક અનુભવશો.

Advertisement