મેં મારા બોયફ્રેન્ડે ઘણી વખત સે@ક્સ કર્યું છે અને મને ખુબજ મજા આવે છે, મારે શું કરવું?…

સવાલ.હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.

Advertisement

જવાબ.સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો.

એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.

સવાલ.મારી ઉંમર ૪૮ની છે અને મારી પત્નીની ઉંમર ૩૨ની છે. અને મારી પત્નીનું કહેવું છે કે તમારું ગુપ્તઅંગ હવે ઘસાઈ ગયુ છે. એટલે સં@ભોગમાં આનંદ આવતો જ નથી તો આવા આધુનિક જમાનામાં શરીરનાં અવયવો બદલી શકાય છે. દા.ત.કિડની વગેરે. તો તમે પણ ૧૮-૨૦ વર્ષનાં પુરુષનુ ગુપ્તઅંગ બદલાવી લગાવી લો. તો શું આ શક્ય છે. રૂપિયાનો ભલે ગમે તે ખર્ચ થાય.

જવાબ.એકનું અવયવ બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના કિડની વગેરેનાં જેમ પ્રયોગો થાય છે તેમ ગુપ્તઅંગ બદલવાના પ્રયોગો થવાની અમને જાણ નથી. ઉંમર વધતા કંઈ ગુપ્તઅંગ ઘસાઈ જતું નથી, પણ તરુણ-યુવાન વયે જેટલી ઝડપથી ગુપ્તઅંગનું ઉત્થાન થાય છે તેટલી ઝડપથી મધ્ય વયે, પૌઢ વયે થતું નથી.

વળી એક વખતના સમાગમ પછી પુરુષને વિરામકાળની જરૂર પડતી હોય છે.ઉંમર વધતા આ વિરામકાલ વધતો જાય છે. ઉંમર વધતા કેટલાકને પૂરેપૂરું ઉત્થાન પણ થતું નથી. ખાસ સમસ્યા છે શીઘરપતનની. સ્ત્રીને હજી કામોત્તેજનાની શરૂઆત હોય ત્યાં જ પુરુષ જો પરાકાષ્ઠા આવી જાય અને વીરયસ્ત્રાવ થઈ જાય તો તે તરત ફરી કામોત્તેજિત થઈ શકતો નથી.

તેને વિરામકાળ (રિફેક્ટરી પિરિયડ) જરૂરી હોય છે. તેને બીજી વખત ઉત્થાન-ઉત્તેજનાં માટે મોટી વયે કલાકો અને દિવસોનો વિરામ જોઈએ છે.એક વિશિષ્ટ બાબતની નોંધ પણ કરી દઉં. પુરુષની કામેચ્છા મધ્ય વયે, પ્રૌઢ વયે ઘટે છે. સ્ત્રીની કામેચ્છા-કામોત્તેજનાનાં ટોચના વર્ષો (પિક યર્સ) તે યુવાની પછીના ત્રીસી-ચાળીસીના વર્ષો સુધી હોય છે. પુરુષની આ દ્રષ્ટિએ ટોચની વય તરુણ-યુવાનીનાં વર્ષોની હોય છે.

હવે મૂળ વાત પર આવીએ, દંપતી સાથે જ વાંચો છો તો જાણી જ લો કે કોઈ યુવાનનાં ગુપ્તઅંગને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત માત્ર તરંગ-કલ્પના છે. સ્ત્રીને કામ પરાકાષ્ઠાના પરમ સુખનાં એક કરતા વધારે અનુભવો મળે તે માટે ઘણી વાર લખી ગયા છીએ તેમ કિલટુરિસ સાથે સ્પર્શક્રીડા કરવી જોઈએ. આવી ક્રીડા હાથની આંગળીથી પણ થઈ શકે છે અને જીભ-હોઠથી પણ થઈ શકે છે. ક્લિટુરિસ કામોત્તેજિત થતા સ્ત્રીને ઉપરાઉપરી અનેક પરાકાષ્ઠાઓ ના સુખાનુભવો પ્રાપ્ત થઈ જાય છે.

સવાલ.હું એક નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારી-રિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ પણ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી જ શકો નહીં.

તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ પણ તમને થશે. એ યુવકને તેની કોઇ અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ રહેલી છે.

સવાલ.મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ જ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી જ નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે.

જવાબ.પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી જ નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર જ આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી પણ શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

સવાલ.અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં પણ છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો બધો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.

જવાબ.૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ હવે સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવી જાય. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપી દો.

સવાલ.હું 28 વર્ષની સ્ત્રી છું. હું અને મારા પતિ એકબીજાની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ અહીં થોડા દિવસોથી હું કોઈ બીજાના પ્રેમમાં પડી ગયો છું. ઘણી વખત અમારી વચ્ચે શારી-રિક સંબંધો પણ બન્યા છે. મને આમાં ખૂબ આનંદ થાય છે. હું હવે મારા પતિની સાથે સાથે મારા પ્રેમીને પણ ગુમાવવા માંગતી નથી. મને કહો હું શું કરું?

જવાબ.તમારા વિશે પણ એવું જ કહી શકાય કે બીજાના બગીચાનું ફૂલ ત્યારે જ સારું લાગે છે જ્યારે આપણે આપણા બગીચાના ફૂલ પર ધ્યાન ન આપીએ. તમારા માટે વધુ સારું રહેશે કે તમે તમારી જાતને તમારા પોતાના બગીચાના ફૂલો સુધી મર્યાદિત રાખો.

પછી સત્ય એ પણ છે કે જો પતિ વધુ સારો પ્રેમી સાબિત ન થઈ શકે તો પ્રેમી પતિ જીવિત હોવા છતાં બીજો પતિ બની શકતો નથી. લગ્નેતર સંબંધ એ આગમાં રમવા જેવું છે જે તમારા યુગલને ગમે ત્યારે બાળી શકે છે. આવી સ્થિતિમાં, આગ સાથે ન રમવું અને બને તેટલી વહેલી તકે આ સંબંધને સમાપ્ત કરવું વધુ સારું રહેશે. તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહો. જો તમે તમારી ખુશી તમારા પતિ સાથે શેર કરો છો, તો તેનાથી લગ્ન સંબંધ મજબૂત થશે.

Advertisement