મેહુલિયો બગડ્યો, હવે ગુજરાતની આવી બની, આગામી 4 દિવસ પડી શકે મુશળધાર વરસાદ…

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. રથયાત્રાના દિવસે એટલે કે 1 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. જેને લઈને દમણ પ્રશાસન સતર્ક બન્યું છે. આજથી 1 જુલાઈ સુધી પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

જેના કારણે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દમણના કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ પ્રવાસીઓને બીચ પર ન જવાની સલાહ આપવામાં આવી છે.ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે પ્રવેશ કરી લીધો છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે.

ગઈકાલે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી આવી છે. જૂનના અંતિમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની તીવ્રતા વધશે, જૂનના અંતિમ સપ્તાહમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને લપેટમાં લેશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વાદળ ફાટવાની આગાહી કરી છે.

દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, મહિસાગર અને ભરૂચમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 28 થી 30 જૂન વચ્ચે વરસાદનું જોર વધશે.

જૂનના અંતિમ સપ્તાહમાં મેઘરાજા સમગ્ર ગુજરાતમાં વિહાર કરશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વાદળ ફાટવાની આગાહી કરી છે. દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, મહિસાગર અને ભરૂચમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 28 થી 30 જૂન વચ્ચે વરસાદનું જોર વધશે.

Advertisement