શું હું માસિકના છઠ્ઠા દિવસે સે@ક્સ કરું તો શું હું ગર્ભવતી થઈ શકું?…

સવાલ.હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે.

Advertisement

હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી. એક યુવતી.

જવાબ.તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા.

આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.

સવાલ.હું 20 વર્ષની કોલેજમાં ભણતી યુવતિ છું. મારી સાથે ભણતા યુવકે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો પરંતુ મેં તેને ઠુકરાવી દીધો હતો. એ પછી તેણે મિત્ર તરીકે સબંધ રાખવા વિનંતી કરી હતી. જે મેં સ્વિકારી લીધી હતી. તે પછીથી અમે કોલેજ કેન્ટિન કે બગીચામાં સાથે બેસીને વાતો કરતા હતા. તે કોઈ જાતની છૂટછાટ પણ લેતો નહોતો. પરંતુ તે મારી સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે. જેને લીધે લોકો સમજે છે કે અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ. લોકોને વાતો કરવાનો મોકો મળી રહ્યો છે અને મને બદનામ કરી રહ્યા છે. તો મારે હવે શું કરવું.

જવાબ.અત્યારે જમાનામાં ઘણાં ચેન્જ આવી ગયા છે. એક સ્ત્રી અને પુરુષ મિત્ર હોય તે સામાન્ય વાત છે. પરંતુ લોકોને મોઢે ગળણા ન બાંધી શકાય. જો તમારે ખોટી અફવાઓથી અને બદનામીથી બચવું હોય તો આ યુવક સાથે હળવા મળવાનું બંધ કરી દો. ધીમે ધીમે મિત્રતા ઓછી કરી નાંખો, કદાચ બની શકે તમારો કહેવાતો મિત્ર પણ અન્ય લોકોને તમે એની સાથે પ્રેમમાં છો એવું કહેતો હોય.

તેને આશા હોય કે મિત્રતામાંથી પ્રેમી બની જવાશે એ આશાએ તમારી પાછળ પાછળ ફરવા માટે મિત્રતાનું નામ આપ્યું હોય. જો તમને એ યુવક પસંદ નથી. તેની સાથે તમારે કોઈ જાતનો પ્રેમ જેવું નથી તો ભલાઈ એમાં જ છે કે તેને બોલાવી સ્પષ્ટતા કરીને મિત્રતાને પૂરી કરી દો. તે યુવક મિત્રતાના નામે તમારી સાથે રમત તો નથી રમતો ને. તેને ઊંડે ઊંડે એવી આશા હોય કે મિત્રતામાંથી આ સંબંધ પ્રેમ સુધી પહોંચાડી દઈશ.

સવાલ.મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.

તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી.

તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.

સવાલ.હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૨૭ વર્ષ છે.મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી.કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી.નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. લતેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી.હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.પરંતુ તેઓ સમજતા નથી.હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી.મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.

જવાબ.લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે.

એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો.અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.

સવાલ.મારા મિત્રનો સમયગાળો નોર્મલ છે જે લગભગ 7 દિવસ ચાલે છે. પહેલા 3 દિવસ ખૂબ રક્તસ્ત્રાવ થાય છે, પરંતુ તે પછી છેલ્લા દિવસ સુધી રક્તસ્રાવ ખૂબ ઓછો થાય છે, ફક્ત 1-2 ટીપાં. પીરિયડના છઠ્ઠા દિવસે મિત્રે તેના પતિ સાથે સે@ક્સ માણ્યું હતું. તેના પતિએ સ્ખલન પહેલા તેનું સેનેટરી પેડ કાઢી નાખ્યું હતું.

હવે મારો મિત્ર જાણવા માંગે છે કે શું આનાથી તેણીને ગર્ભવતી થવાની સંભાવના છે. તેના પતિનું કહેવું છે કે તેણે સુરક્ષિત રીતે સ્ખલન કર્યું છે અને વીર્ય યોનિની અંદર ગયું નથી. આમ છતાં મારો મિત્ર ચિંતિત છે. તેણે શું કરવું જોઈએ?

જવાબ.તમારી મિત્ર ગર્ભવતી હોવાની કોઈ શક્યતા નથી કારણ કે તેણીએ માસિક ચક્રના 7 દિવસની અંદર સં@ભોગ કર્યો છે.

Advertisement