વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, આજે સાંજે ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ…

રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે. લગભગ તમામ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ક્યાંક નદી-નાળા છલકાયા તો ક્યાંક શેરીઓ જાણે નદી બની. કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઘરોને અને ઝાડને પણ નુકશાન પહોંચ્યું છે.આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

Advertisement

આજે સાંજે ગોંડલ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના આણંદ અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આથી આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

બપોર બાદ ગુજરાતમાં મેઘરાજાનો એક પછી એક વરસાદ થયો હતો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ પછી ડાંગના સુબીરમાં ત્રણ ઈંચ, સુરતના ઓલ્ડામાં 2 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 2.5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 2 ઈંચ, ડાંગમાં 2 ઈંચ, સુરતના ઉમરપાડા, અમરેલીના બગસરા, ધારી અને જૂનાગઢના કેશોદમાં અઢીથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામેલો જ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, સુરત,વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં અત્યાર સુધીમાં 53 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જોકે, જૂન મહિનામાં વરસાદ પડે છે તેમાં 47 ટકાની ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગે માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ, આણંદ, પંચમહાલ, ખેડા અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરવામાં આવી છે.

Advertisement