હવામાન વિભાગની આગાહી આજથી 4 દિવસ સુધી આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ…

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગે આજથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં સોમવારથી અમદાવાદમાં ફરી ભારે વરસાદ પડી શકે છે.

Advertisement

આજે નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, આણંદ, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

સોમવારે તાપી, ભાવનગર અને ગીર સોમનાથ. જ્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે. મંગળવારે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ભરૂચ, ડાંગ, તાપી અને ગીર સોમનાથ તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

બીજી તરફ રાજ્યના 215 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ નોંધાયો હતો. રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.69 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકામાં 0 થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 69 તાલુકાઓમાં બેથી પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 88 તાલુકાઓમાં સિઝન દરમિયાન પાંચથી 10 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ નોંધાયો છે.કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં નવ ઈંચ, ધરમપુરમાં આઠ ઈંચ, તાપીના વ્યારામાં આઠ ઈંચ, વાંસદાના નવસારીમાં આઠ ઈંચ, કચ્છના નખત્રાણામાં સાત ઈંચ, સુરતના મહુવામાં સાડા છ ઈંચ, તાપીના ડોલવણમાં છ ઈંચ વરસાદ નોંધાયો છે.

જામનગરના જોડિયામાં સાડા છ ઈંચ, તાપીના વાલોડમાં છ ઈંચ, દેવભૂમિ ધારકરા તાલુકામાં છ ઈંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં સાડા પાંચ ઈંચ, ઉમરપરામાં પાંચ ઈંચ, સુરત, તાપી નિઝરમાં પાંચ ઈંચ, ડાંગના વઘઈમાં પાંચ ઈંચ, પૂણામાં પાંચ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં પોણા પાંચ ઈંચ, નવસારી તાલુકામાં સાડા ચાર ઈંચ, નર્મદાના સાગબારા, માંડવીમાં સાડા ચાર ઈંચ. સુરત, કચ્છના માંડવી, સુરત શહેરના બોડેલી, છોટાઉદેપુર, પોરબંદરના કુતિયાણા, જેતપુરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, દીવ અને દાદરનગર કી હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની દહેશતથી નાગરિકો ગભરાઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં 11 અને 12 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. આ બંને દિવસોમાં 12મીએ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આજે ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના તમામ દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

Advertisement