મને હસ્ત-મૈથુનની આદત છે, શું તેના કારણે મારું લગ્નજીવન મુસીબતમાં મુકાઈ શકે છે?…

સવાલ.હું 30 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 26 વર્ષની છે. અમારે એક 2 વર્ષનો બાબો છે. ડિલિવરી વખતે યોનિમાર્ગ ચિરાઇ જવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, પણ જ્યારે જ્યારે અમારો સમા-ગમ સમય વધારે ચાલે ત્યારે વધારે પડતા ઘર્ષણને કારણે યોનિમાર્ગમાં દુ:ખાવો થાય છે. ગર્ભનિરોધક સાધન તરીકે નિરોધનો ઉપયોગ કરું ત્યારે તો વધારે પીડા તેને થાય છે. દુ:ખાવો ન થાય તેનો ઉપાય બતાવશો.

Advertisement

જવાબ.ઘણીવાર સં@ભોગ પૂર્વેની રમતમાં પૂરતો સમય ન આપવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ભીનાશ અનુભવાતી નથી, જેથી સમા-ગમ વખતે સ્ત્રીને દુ:ખાવો થાય છે. યાદ રાખો, પુરુષ જલદી ઉત્તેજના અનુભવે છે જ્યારે સ્ત્રીને તૈયાર થતાં થોડી વાર લાગે છે. વળી, કોઇકને કાનની બૂટ સ્પર્શ કરતા જલદી ઉત્તેજના આવે તો કોઇ સ્ત્રીને સ્તનને સ્પર્શ કરવાથી વધારે આનંદ મળે છે.

આની ખબર માત્ર એકબીજા જોડે વાતચીત કરવાથી જ જાણી શકાય છે. માટે એકબીજાની પંસદ-નાપંસદનો સંવાદ પતી-પત્ની વચ્ચે ખૂબ જ જરૂરી છે. પત્નીને દુ:ખાવો ટાંકાને કારણે હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ ટાંકા ઘણી બધી સ્ત્રીઓને લેવા પડતા હોય છે. માટે આપ ફોર પ્લેમાં થોડો સમય વધારે આપો અને જરૂર લાગે ત્યારે ઘરમાં ઉપલબ્ધ ક્રીમ, તેલનો પ્રયોગ પ્રવેશ પૂર્વે કરો. આમ કરવાથી આપની મૂંઝવણ દૂર થઇ જશે.

સવાલ.હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ?.

જવાબ.લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.

આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

સવાલ.હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું.

જવાબ.પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો.

ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી.

સવાલ.મને હસ્ત-મૈથુનની આદત છે. શું આના કારણે મારું લગ્નજીવન મુસીબતમાં મુકાઈ શકે છે?.

જવાબ.હસ્ત-મૈથુન એક સામાન્ય આદત છે. જે લગભગ દરેક પુરુષનાં જીવનમાં જોવા મળે છે. હસ્ત-મૈથુનથી કોઇ જ ચિંતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઇ જ તકલીફ પડશે નહી. કદાચ તમને થશે કે તમે દરરોજ હસ્ત-મૈથુન કરો છો તે વધારે પડતું કહેવાય અને તેના લીધે તકલીફ ભવિષ્યમાં થઇ શકે છે, પણ એવું નથી. વધારે પડતું હસ્ત-મૈથુન જેવી કોઇ જ વસ્તુ નથી. કોઇ વ્યક્તિ દિવસમાં દરરોજ ચાર કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દરરોજ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ બોલે છે. તો શું પાંચ વર્ષ પછી ચાર કલાક બોલનાર વ્યક્તિની જીભ નબળી થઈ જાય છે? જેમ વધારે બોલવાથી જીભમાં નબળાઈ આવતી નથી તે જ રીતે દરરોજ હસ્ત-મૈથુન કે સે@ક્સ કરવાથી કોઇ જ નબળાઈ આવતી નથી.

પુરુષ અને સ્ત્રી પોતાની સે@ક્સની ઇચ્છાને પુરી કરવા માટે હસ્ત-મૈથુન કરતા હોય છે, તેનાથી કંઈ અંધાપો કે અન્ય પ્રકારની શારીરિક ખામી નથી આવતી. હસ્ત-મૈથુનથી શરીરના કોઈ અંગને નુકસાન નથી પહોંચતું. આમ છતાં હસ્ત-મૈથુન કોઈ સમસ્યા લાગતી હોય અથવા તેનાથી કોઈ આડ અસર થતી હોવાની શંકા હોય તો સે@ક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

Advertisement