હવામાન વિભાગની મોટી આગાહી સામે, આગામી 4 દિવસ આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ…

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર ઓડિશા પર લો પ્રેશર સક્રિય થયું છે.

Advertisement

તેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર ચોમાસુ જામવા લાગ્યું છે. તેથી, આ લો પ્રેશર અને ચોમાસાના પ્રવાહને કારણે સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 5 થી 10 જુલાઈ દરમિયાન 5 થી 8 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 187 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 થી 7 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે 8 અને 9 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના મહિસાગર દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 187 તાલુકાઓમાં વરસાદ થયો છે. દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કડાણામાં 4.5 ઈંચ, દ્વારકામાં 4 ઈંચ, રાણાવમાં 4 ઈંચ, ફતેપુરામાં 4 ઈંચ, જૂનાગઢમાં 4 ઈંચ, કુતિયાણામાં 4 ઈંચ, રાજકોટમાં 4 ઈંચ, મેંદરડામાં 3 ઈંચ, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ગડ્ડા માંડવીમાં 3 ઈંચ, ધ્રોલમાં 3 ઈંચ, વંથલીમાં 2.5 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, પોરબંદરમાં 2.5 ઈંચ અને મોરબીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે.

દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.અમદાવાદમાં 5 થી 10 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં 5 થી 8 ઈંચ વરસાદની શક્યતા છે. 5-7 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્ર એલર્ટ છે.

એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.8 અને 9 જુલાઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત માટે અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદના દક્ષિણમાં છૂટાછવાયા વરસાદની સાથે શહેરમાં ભારે વરસાદની સંભાવના છે.

માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે.

Advertisement