3 દિવસ પછી ગુજરાતના લોકોને ભારે વરસાદથી મળી શકે છે ભારેથી અતિભારે વરસાદ, આવનાર 72 કલાક આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…

દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે દરમિયાન હવામાન વિભાગે રાજસ્થાન ગુજરાત કર્ણાટક અને કેરળ દિલ્હી તેલંગાણા મહારાષ્ટ્ર ગોવા છત્તીસગઢ પંજાબ હરિયાણા ચંદીગઢમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

આ સાથે હવામાન વિભાગે આજે ઉત્તરાખંડના પૌડી નૈનીતાલ બાગેશ્વર પિથોરાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદને લઈને આજે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી નાસિક પાલઘર અને પુણે જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરેએ જણાવ્યું હતું.

કે આખા ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદ યથાવત રહેશે ગુજરાત વિસ્તારમાં આજે અને કાલે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12,13 અને 14 તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાત વિસ્તારમાં 15 તારીખથી વરસાદની પ્રવૃત્તિ ઘટશે જોકે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા નથી.

પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગરમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ બાદ એટલે કે 72 કલાક બાદ ગુજરાત માટે રાહતના સમાચાર આવી શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 15 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ બાદ વરસાદથી રાહત મળી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 534 એમ.એમ.નોંધાયો છે.

નર્મદાના તિલકવાડામાં 508 એમ.એમ.ઉમરપાડામાં 427 એમ.એમ.સાગબારામાં 422 અને કપરાડામાં 401 એમ.એમ.વરસાદ નોંધાયો છે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે.

અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 95 લોકોને બચાવી લેવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર વિસ્તારના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર તેમજ કચ્છ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે સવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જારી કરવામાં આવેલ છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે આ સિવાય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાનના બાંસવાડા સિરોહી.

રાજસમંદ પ્રતાપગઢ ઝાલાવાડ ચિત્તોડગઢ બાડમેર પાલી જેસલમેર જોધપુર અને નાગૌર જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જોકે અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી.

Advertisement