હવામાન વિભાગની આગાહી, આવનાર 24 કલાક આ વિસ્તારો માટે રહશે ભારે, પડી શકે છે ધોધમાર વરસાદ…

ગુજરાત પર સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે.રાજ્યમાં હવામાન વિભાગે વધુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 14 અને 15 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો વર્તારો છે. વેલમાર્ક લૉપ્રેશર હોવાથી રાજ્યમાં કેટલાક પંથકોમાં અતિભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, છોટાઉદપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર આ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે. આ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આમ, આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 98 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 57 ટકા અને મધ્ય ગુજરાતમાં 38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 26 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં 2 દિવસ 75 ટકાથી વધુ સ્થળોએ વરસાદ વરસશે, જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. કાલે રાજ્યના અડધાથી પોણા ભાગના વિસ્તારમાં અને તા.16ના ૨૫થી 50 ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા છે, એટલે કે 16 તારીખે જો વરસાદની કોઈ નવી સીસ્ટમ ન આવી જાય તો વરસાદનું જોર ઘટશે અને મોટાભાગના સ્થળે વરસાદનો વિરામ સંભવ છે.

આજે જુનાગઢ, સોમનાથમાં અતિશય ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, પોરબંદર, બોટાદ અને દિવમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.

આવતીકાલે જુનાગઢ,સોમનાથ ઉપરાંત અમરેલી, દિવ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને દ્વારકા, જામનગરમાં યલો એલર્ટ છે.

Advertisement