અશોક પટેલની આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદનો મોટો રાઉન્ડ, આ વિસ્તારોમાં 48 કલાકમાં પડશે ભારે વરસાદ….

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદ થયો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાની થઈ હતી. નખત્રાણા, લખપત, અબડાસા તાલુકામાં વરસાદે જોર પકડ્યું છે.ગઈકાલે સવારથી કચ્છમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Advertisement

આ ઉપરાંત કચ્છના નખત્રાણામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. એવામાં જાણીતા આગાહી કરતા અશોકભાઈ પટેલે ગુજરાતમાં આજથી 15મી સુધી વરસાદની આગાહી કરી છે. તેમણે 15મી સુધી ગુજરાતમાં કયા રાઉન્ડમાં વરસાદ પડશે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની મોટી આગાહી કરી છે.

તેમણે કહ્યું કે આગામી 15 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જો કે, ઘણા વિસ્તારોમાં 1 થી વધુ રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.હાલમાં, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના નજીકના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ચાલુ છે.

આ ઉપરાંત ઓફ શોર્ટ ટ્રેક ગુજરાતના દરિયાકાંઠાથી કર્ણાટકના દરિયાકાંઠે છે. જેના કારણે આ સમયે સારો વરસાદ પડી રહ્યો છે.આગામી દિવસોમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાથી ગુજરાત સુધી 3.1 કિલોમીટરનું વિશાળ પરિભ્રમણ થશે. થોડા દિવસોમાં ઇસ્ટ વેસ્ટ સી ઝોન જે ગુજરાતની નજીકથી ઓડિશા સુધી દેખાશે.

આ ઉપરાંત તેના 4.5 કિ.મી.થી 5.8 કિ.મી.ના પવનો પણ થોડા દિવસોમાં ગુજરાત રાજ્યના વિસ્તારોને ફાયદો પહોંચાડી શકે છે. વિવિધ સમાન કારણોસર, 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની ધારણા છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરમાં 3.5 ઇંચ, ચકુડિયામાં 2.5, ઓઢવમાં 2.5 અને વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી કોતરપુર, મણિનગર, ખમાસા અને મેમકો વિસ્તારમાં પોણા બેથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Advertisement