ગુજરાતવાસીઓ સાવધાન, આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે ભારે થી અતિભારે વરસાદ….

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

Advertisement

મધ્ય ગુજરાતના બોડેલી તાલુકામાં 17 ઈંચ વરસાદ નોંધાયો છે. કવાંટ તાલુકામાં 11 ઈંચ વરસાદથી પાણી ભરાયા છે. પાવીજેતપુર તાલુકામાં સાડા દસ ઈંચ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં દસ ઈંચ વરસાદ પડતા ચારેબાજુ પાણી જ પાણી છે. ડાંગ જિલ્લાના વધાઈમાં 10 ઈંચ અને આહવામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે.

તાપી જિલ્લાના ડોલવણમાં 6 ઈંચ, છોટાઉદપુર જિલ્લાના સંખેડામાં 6 ઈંચ અને નર્મદા જિલ્લાના સાગબારામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.સમગ્ર રાજ્યમાં આજે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ સિવાય કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે. નજીકના ભવિષ્યમાં એટલે કે 13 જુલાઈએ ગુજરાતમાં બંગાળની સિસ્ટમ મજબૂત થશે અને ફરી એકવાર તે લો પ્રેશરમાં ફેરવાઈ જશે અથવા રોડ લો પ્રેશરમાં ફેરવાઈ જશે, જેના કારણે 13 જુલાઈ પછી પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

બંગાળની ખાડી પર નવી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દ્વારકાના દરિયામાં કાર્યરત મિકેનિઝમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.

ગુજરાતમાં 2 દિવસ વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બનશે.અમદાવાદમાં આગામી ૩ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા નગર હવેલી, કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાતનાઅરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement