રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને આ વિસ્તારોમાં NDRF ટીમો કરાઈ તૈનાત…

ગુજરાતના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા સુરત વલસાડ અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે.

Advertisement

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં છેલ્લા 30 કલાકમાં 300 મીમી વરસાદ નોંધાયો છે હવામાન કેન્દ્રે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય થયું છે કારણ કે કચ્છ પ્રદેશ પર નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે અને આગામી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં વધુ વરસાદની શક્યતા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે સછેલ્લા 30 કલાકમાં સુત્રાપાડા તાલુકામાં 300 મીમી વરસાદ નોંધાયો છે.

તેવી જ રીતે જિલ્લાના કોડીનાર તાલુકામાં બુધવારે સવારે 6 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે 119 મીમી,વેરાવળ તાલુકામાં 106 મીમી જૂનાગઢના માંગરોળ તાલુકામાં 82 મીમી,ભુજ કચ્છ 51 મીમી વરસાદ નોંધાયો હતો.

તમને જણાવી દઇએ કે રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે જેમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં 11 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સૂત્રાપાડામાં 6.25 ઇંચ વેરાવળમાં 5.25 ઇંચ માંગરોળમાં 4.5 ઇંચ હળવદમાં 2.25 ઇંચ ધરમપુરમાં 2.25 ઇંચ પારડીમાં 2.25 ઇંચ ભૂજમાં 2.25 ઇંચ અને વલસાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે હાંસોટમાં 2 ઇંચ માળિયામાં 2 ઈંચ ચિખલીમાં 2 ઈંચ વાપીમાં પોણા 2 ઈંચ કેશોદમાં 1.5 ઈંચ કલ્યાણપુરમાં 1.5 ઈંચ ખેરગામમાં 1.5 ઈંચ ધોલેરામાં 1.5 ઈંચ વાંસદામાં 1.5 ઈંચ અને મહુવામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે તારીખ 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ મોરબી નવસારી વલસાડ ડાંગ જૂનાગઢ સુરત અને તાપીમાં વરસાદની આગાહી કરાઇ છે.

તો 10 જુલાઈએ દ્વારકા પોરબંદર વલસાડ જૂનાગઢ મોરબી રાજકોટ તાપી સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે ગુજરાતમાં સાબરકાંઠામાં અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહી છે.

તારીખ 10 જુલાઇએ મધ્ય ગુજરાતમાં બારેમેઘ ખાંગા થવાની પૂરી સંભાવના છે તો બીજી બાજુ મધ્ય ગુજરાતના પણ અનેક ભાગમાં ભારે વરસાદ પડશે 11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે તો 11 અને 12 જુલાઇએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.

હવામાન નિષ્ણાતો ના જણાવ્યા મુજબ હાંસોટ ભરૂચ માં 51 મીમી વરસાદ નોંધાયો હતો 42 મીમી જ્યારે કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા માં 33 મીમી વરસાદ નોંધાયો હતો અધિકારીઓના જણાવ્યા અનુસાર માંગરોળ કોડીનાર અને વેરાવળ શહેરો તેમજ સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના કેટલાક ગામોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

કારણ કે નીચાણવાળા વિસ્તારો કૃષિ વિસ્તારો હાઉસિંગ સોસાયટીઓ અને ઘણા રસ્તાઓ ઘૂંટણિયે પાણીમાં ડૂબી ગયા હતા ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજધાની ગાંધીનગરમાં SEOCની મુલાકાત લઈને પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

અને આગામી પાંચ દિવસમાં વધુ વરસાદની અપેક્ષા હોવાથી વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

Advertisement