ગુજરાતમાં આગામી 24 કલાકમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ….

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં શનિવાર સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, લો પ્રેશર અને ચોમાસાના પ્રવાહને કારણે સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 10 જુલાઈ સુધી 5 થી 8 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય છે.હવામાન વિભાગે આજે પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે ભારે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સિસ્ટમ સક્રિય થઈ છે જે સામાન્ય કરતાં ઓછી છે. અરબી સમુદ્રમાંથી ફૂંકાતા જોરદાર પવનોને કારણે ચોમાસાની સિસ્ટમ પણ વેગ પકડી રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે.

તો આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે.

જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. એ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરાઇ છે.

જ્યારે અમદાવાદમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા. શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Advertisement