મેઘ તાંડવ, આજેથી 4 દિવસ સુધી ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, શરૂ થઈ ગયો છે મજબૂત અને મોટો વરસાદી રાઉન્ડ….

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાલે ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 17 ઈંચ વરસાદનો રેકોર્ડ તોડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ બાદ 700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Advertisement

મોડી સાંજે અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે 4 કલાકમાં પાણી ભરાઈ ગયા હતા.અગાઉની આગાહી મુજબ, આજથી વરસાદ વધુ તીવ્ર બનશે કારણ કે બંગાળની ખાડી પરની સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેની અસર ગુજરાતને થશે. 11મીની વાત કરતી સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. જેના કારણે આજે સાંજથી વાતાવરણમાં સુધારો જોવા મળશે.

આજે બદલાતા હવામાનને કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. અન્યત્ર વાતાવરણ બદલાશે.

4-5 દિવસ દરમિયાન સિસ્ટમના આગમન સાથે, ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થવાની સંભાવના છે. પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે મધ્યપૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તો કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

બાકીના ઉત્તર ગુજરાતમાં પણ ઓછામાં ઓછો એક સારો વરસાદ પડવાની શક્યતા છે. સિસ્ટમ વિચિત્ર ઝડપે શરૂ થતાં થોડો ફેરફાર થઈ શકે છે. જેની માહિતી આગળ જણાવવામાં આવશે.સહિત રાજ્યભરમાં અત્યારે મોનસૂન એક્ટિવ છે જેના પગલે રાજ્યભરમાં 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

બીજી બાજુ ઓડિશા નજીક ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જે આગળ વધતા તેની અસર હેઠળ અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

તેની સાથે જ ભેજયુક્ત વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળી છે. નવસારી, વલસાડ અને સુરત તથા જુનાગઢ, તેમજ કચ્છ વિસ્તારમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 218 તાલુકાઓમાં વરસાદ થયો છે. અમદાવાદમાં પણ ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. આવી સ્થિતિમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ વરસાદ પડ્યો છે. તો ક્વાંટમાં 17.3 ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે.

છોટા ઉદેપુરમાં જ 14 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ થયો છે.ગઈકાલે રાત્રે સમગ્ર અમદાવાદમાં ગાઢ વાદળ છવાયું હતું. અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદના રસ્તાઓ હજુ પણ પાણીથી તરબોળ છે. અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા હતા.

Advertisement