આ વિસ્તારના લોકો રહે સાવધાન, આ તારીખે મેઘરાજા બોલાવશે રમઝટ….

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોએ સાવચેત રહેવું જોઈએ. કારણ કે આગામી 4 દિવસમાં આ બંને ઝોનમાં એટલો વરસાદ પડશે કે વિનાશ થઈ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મેઘરાજ હવે શક્તિશાળી નથી પણ પાયમાલી સર્જી શકે છે.

Advertisement

કારણ કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે. એટલે કે એક દિવસમાં 8-8 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે. સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે ચારથી આઠ ઈંચ વરસાદની અપેક્ષા રાખી શકાય છે.

નવસારી અને વલસાડમાં આજે 8-8 ઈંચથી વધુ જ્યારે સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 4-8 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.11મી જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ અને જૂનાગઢમાં 8 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 4 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે.જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં 12 જુલાઇએ 8 ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે.

પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં 4 થી 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને વલસાડમાં 13 જુલાઇએ 8 ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે. કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને નવસારીમાં 4 થી 8 ઈંચ વરસાદની સંભાવના છે.

તેમજ 13મી જુલાઇ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વધુ કે ઓછો વરસાદ પડવાની સંભાવના છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 28% વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 52 ટકા, સૌરાષ્ટ્રમાં 36 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31 ટકા, ઉત્તર ગુજરાતમાં 18 ટકા અને મધ્ય ગુજરાતમાં 16 ટકા નોંધાયો છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની સંભાવના જોતા મેઘરાજાએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખે તો નવાઈ નહીં.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, “હાલ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં વિશિષ્ઠ સ્થિતિને કારણે અતિભારે વરસાદ પડશે. અરબ સાગરમાં વિશિષ્ઠ સ્થિતિને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, ભાવનગર જેવા શહેરોમાં ભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ થશે.અતિભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બનશે.

બનાસકાંઠા, મહેસાણા, કડી બેચરાજી, સિદ્ધપુર, વિસનગર, પાટણમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રામાં પણ વરસાદ પડશે. પાટડી અને દસાડામાં વરસાદ પડશે. રાજ્યમાં હાલ વરસાદ ગયો નથી. આગામી દિવસોમાં ભારે વરસાદ આવી રહ્યો છે. જે ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં સારો વરસાદ પડશે.

Advertisement