હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી, હજુ આટલા દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ…

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. 10 થી 13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. સુરત, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે.

Advertisement

આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 180 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5.5 ઈંચ અને ઉમરપરામાં 5 ઈંચ નોંધાયો હતો.

ધરમપુરમાં 4.5 ઈંચ, ડાંગમાં 4 ઈંચ, સંખેડામાં 4 ઈંચ, તિલકવાડામાં 4 ઈંચ અને વાંસદામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુબીરમાં 3.5 ઈંચ, ગરુડેશ્વરમાં 3.5 ઈંચ, ઉચ્છલમાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં સાડા ત્રણ ઈંચ અને સોજીત્રામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ચીખલી અને વઘઈમાં 3 ઈંચ જ્યારે સિનોરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 10 થી 15 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે રાજ્યના 228 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ત્યારે વધુ એક મોટી ચોમાસાની આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં ચોમાસાનો કહેર ચાલુ રહેશે.

સમગ્ર રાજ્યમાં 10 થી 15 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લામાં અવિરત વરસાદને કારણે સંભવિત પૂરની સ્થિતિને કારણે લગભગ 600 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. કુતિયાણાના ભાદરકાંઠા સહિતના વિસ્તારોમાંથી હકાલપટ્ટી. ખડપમાં બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

બીજી તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લાના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં ભારે વરસાદ થતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ભારે વરસાદના પગલે ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે.

વાત કરીએ કચ્છના નખત્રાણા તો ધોધમાર વરસાદથી જળબંબાકાર થઈ જવા પામ્યો હતો.ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા, હોટલનો સામાન પાણીમાં તણાયો હતો.આમ નખત્રાણામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો.

Advertisement