વરસાદ અપડેટ, ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકેં છે ભારેથી અતિભારે વરસાદ, આ વિસ્તારોને અપાયું રેડ એલર્ટ….

આજે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં આજે એટલે કે 8મી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

Advertisement

સુરત, તાપી, ડાંગ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની સંભાવના છે.અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ પવનની શક્યતા છે.

9, 10 અને 11 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. 10મીએ ગીર સોમનાથ અને 11મીએ કચ્છમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આજે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, દીવ, કચ્છ, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 10 જુલાઈએ ભરૂચ, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ગુરુવારે રાજ્યના 60 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામકંડોરામાં સૌથી વધુ 8.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં 6.74 ઈંચ વરસાદ સાથે ચોમાસાની સીઝનનો 20 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગુરુવારે 15 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ અને 45 તાલુકામાં એકથી ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સર્વત્ર વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પાંચ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement