7 અને 8 જૂલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી,જાણો કયા વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ….

દેશના ઘણા ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે આ સપ્તાહના અંત સુધી રાજસ્થાનના ઘણા ભાગોમાં ચોમાસાનો વરસાદ ચાલુ રહેવાની ધારણા છે હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ હાલમાં ઉત્તર ઓડિશા અને ઝારખંડમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે જેના કારણે રાજ્યના દક્ષિણ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ અને આગામી થોડા સમય માટે એક કે બે સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.

Advertisement

દિવસો તકો છે 5 જુલાઈએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના ભીલવાડા બાંસવાડા ચિત્તોડગઢ ડુંગરપુર ઝાલાવાડ પ્રતાપગઢ રાજસમંદ ઉદયપુર અને સિરોહી જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે બીજી તરફ ભારત હવામાન વિભાગ IMD એ મંગળવાર માટે યલો એલર્ટ અને બુધવાર માટે નારંગી ચેતવણી જારી કરી છે.

જે અંતર્ગત દિલ્હી માટે મધ્યમથી ભારે વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આજે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે મુંબઈમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ શરુ થઈ ગયો છે પરંતુ હજુ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે જોકે આજે તથા આગામી દિવસોમાં અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્યમાં 7 અને 8 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પાછલા કેટલાક દિવસોથી રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા વરસાદના કારણે નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે જ્યારે ખેડૂતો વાવણી લાયક વરસાદ થતા ખુશખુશાલ છે.

આ તરફ મહારાષ્ટ્રના અન્ય ભાગોની સાથે મુંબઈમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે ચાલુ અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે 8 જુલાઈએ તોફાની વરસાદ થવાની સંભાવના છે.

આ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે 7-8 તારીખે અતિભારે વરસાદની આગાહી આ તારીખો દરમિયાન રાજ્યના અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી અને વલસાડમાં સાંબેલાધાર વરસાદ તૂટી પડશે તેવી આગાહી છે.

જ્યારે આ સિવાય સુરત દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે પાછલા બે દિવસથી મહારાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મહારાષ્ટ્રના અન્ય ભાગોની સાથે મુંબઈ સહિત કોંકણ અને કોલ્હાપુર સિહતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અનેક નદીનાળામાં નવા નીરની આવક થઈ છે.

કોલ્હાપુરમાં પંચગંગા નદી તેના બે કાંઠે વહી રહી છે ત્યારે સોમવારે મધ્યરાત્રી પછી મુંબઈમાં વરસાદે જમાવટ કરતા આજે સવારે શહેરના અનેક વિસ્તારમાં મુંબઈગરા ઉઠ્યા તો જોયું કે ઘરની બહાર રસ્તાઓ પર પાણી જ પાણી ભરાયેલા હતા મૂશળધાર વરસાદના પગલે મુંબઈના સાયન વિસ્તાર અને અંધેરી સબ વેમાં ગોંઠણ સમા પાણી ભરાયા હતા તેમજ મુંબઈના અનેક પરાઓમાં પણ પાણીના ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.

Advertisement