હું 16 વર્ષનો છું, મેં થોડા સમય પહેલાં જ હસ્ત-મૈથુન કર્યું હતું, મને તેમાં ખૂબ મજા આવી હતી, પણ હવે મને આવી સમસ્યા થઈ છે શું કરું?…

સવાલ.મારા હાથ પગ-પર વાળની રૃંવાટી ઓછી છે. શિશ્ર, છાતી કે બગલ ઉપર વાળ નથી. વળી વીર્ય જેવું ય કશું નીકળતું નથી. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે, મારી ઊંમર ૧૮ વરસની થઇ ગઇ હોવા છતાં મને દાઢી-મૂછ પૂરેપૂરા ઊગ્યા નથી. તો આનો યોગ્ય ઉપાય બતાવશો.

Advertisement

જવાબ.સામાન્ય રીતે તરૃણાવસ્થામાં પ્રવેશ વેળાએ લોહીમાં પૌરુષ હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પુરુષમાં ઉપર મુજબના ફેરફારો જોવા મળે છે. દાઢી-મૂછ ઉપરાંત તેનો અવાજ દ્રઢ થાય છે. અને છાતી ભરાવદાર બને છે. આ બધા ફેરફારને ‘સેકન્ડરી સે@ક્સ’ કહેવામાં આવે છે. જો એ બરાબર ડેવલપ ન થાય તો એ શરીરમાં પૌરુષજનક હોર્મોન્સની ઉણપ સૂચવે છે.

આવી ઉણપવાળા કેટલાક પુરુષો અવિકસિત ઇન્દ્રિયની કે ઉપસતા સ્તનની પણ ફરિયાદ કરે છે. કેટલીક ક્રોમોઝેમલ કે એન્ડોક્રાઇનલ બિમારીઓમાં આવું બને છે. જેના સંપૂર્ણ નિદાન માટે નિષ્ણાત ડોકટરોને મળવું અનિવાર્ય છે. તબીબી સલાહ વગર હોર્મોન્સ લેવા હિતાવહ નથી. કેમ કે કેટલાક કિસ્સાઓમાં સારવાર પૂર્વે અંત:સ્ત્રાવોની તથા રંગસૂત્રોની લેબોરેટરી તપાસ પણ જરૃરી હોય છે.

સવાલ.હું સોળ વર્ષની કોલેજમાં ભણતી કન્યા છું. મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ન કરવા જેવું કશું જ કર્યું નથી. પરંતુ એકાંતમાં તેણે મારા ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. ત્યારથી મને એક ખરાબ આદત પડી ગઇ છે. હું એકલી હોઉં છું ત્યારે મારા ગુપ્તાંગોને સ્પર્શ કરીને સેક્સનો આનંદ મેળવું છું. ઘણીવાર એવું થાય છે કે, મને એવું કર્યા વગર ચાલતું નથી. તો મને કોઇ નુકસાન કે રોગ તો નહીં થઇ જાય ને ? હું ખૂબ ડરી ગઇ છું.

જવાબ.આપ જે કરો છો એને સરળ ભાષામાં હસ્ત-મૈથૂન કહેવાય છે. સીત્તેરથી નેવું ટકા છોકરાઓ અને ત્રીસથી પચાસ ટકા છોકરીઓ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક આવુ કરી લેતાં હોય છે. આ સેઆક્સની એક સાહજીક અભિવ્યક્તિ છે. એકાંતમાં કરાતી આ પ્રવૃત્તિને ઓટોઇરોટીક પ્રકારની ગણવામાં આવે છે. એનાથી કોઇ શારીરિક કે માનસિક રોગ નથી થતો. ઉલટું તમારા જેવા કિસ્સામાં સીધા જાતીય સંબંધ કરતાં તે બિનજોખમી અને સેઇફ છે. હું માનું છું કે તમારે ડરવાનું કોઇ કારણ નથી.

સવાલ.આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે.

મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે. આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.

આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

સવાલ.મારી ઉંમર 27 વર્ષ છે. મારા પતિ 29 વર્ષના છે, તેઓ ઘણી વાર રાત્રીમાં બે વાર શારી-રિક સબંધ માણવા ઉત્સુક હોય છે, પણ આખા દિવસના થાકના કારણે હું બે વાર શારીરિક સબંધ માટે તૈયાર નથી હોતી, મને એવી કોઇ દવા જણાવશો જે શારી-રિક સબંધમાં રુચિ વધારે, વળી મેં એવું પણ સાંભળ્યું હતું કે વધારે શારી-રિક સબંધ કરવાથી તબિયત ખરાબ થઇ જતી હોય છે, તેનાથી હેલ્થ ઉપર પ્રભાવ પડે છે.

જવાબ.પહેલી વાત કે જો તમે થાકી જતાં હોવ અને એ કારણે બે વાર શારીરિક સબંધમાં રુચિ ન બતાવી શકતાં હો તો તે કોઇ શારીરિક સમસ્યા નથી, સ્ત્રી અનેક કામ કરતી હોય છે, તેને શારીરિક અને માનસિક બંને થાક લાગતો હોય છે. વધારે શારી-રિક સબંધ બાંધવાથી તબિયત પણ ખરાબ નથી થતી. હા, થાક લાગે છે, કારણ કે એક વાર શારી-રિક સબંધ બાંધવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે, તેથી થાક લાગે પણ તેનાથી તબિયત ખરાબ નહીં થાય.

સવાલ.મારી પત્નીની ઉંમર 26 વર્ષ છે, અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે, લગ્ન પહેલાં પત્નીનું વજન 41 કિલો હતું, જ્યારે હવે 43 કિલો છે. અમે હવે બાળક પ્લાન કરી રહ્યાં છીએ, છેલ્લા બે મહિનાથી અમે નિરોધ વાપર્યાં વગર જ શારી-રિક સંબંધ બાંધીએ છીએ, પણ હજી સુધી પત્નીને ગર્ભ નથી રહ્યો. આ કારણે અમે બંને ટેન્શનમાં છીએ, શું ઉંમરને કારણે બાળક નહીં રહેતું હોય? પત્નીને શું તકલીફ હશે?

જવાબ.એવું જરૂરી નથી કે પત્નીને જ કોઈ સમસ્યા હોય. આ માનસિકતામાંથી હવે બહાર નિકળવાની જરૂર છે. રહી વાત ગર્ભ રહેવાની તો હજી એટલો સમય નથી થયો કે તમારે એ અંગે ચિંતા કરવી પડે. ગર્ભ રહે તે માટે તમે પ્રયત્ન શરુ કરો એટલે ઘણાંને તે રહેવામાં વાર લાગતી જ હોય છે, દરેકને પહેલા જ પ્રયત્નમાં સફળતા મળે તે જરૂરી નથી.

માટે ગભરાશો નહીં અને પત્નીનું વજન વધારાવો. જેમ વધારે પડતાં વજનના કારણે ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય છે તેમ એકદમ ઓછા વજનમાં પણ ગર્ભ રહેવાની સમસ્યા થતી હોય છે. તેથી તેમને પોષણયુક્ત ખોરાક ખવડાવીને હેલ્ધી બનાવો.

સવાલ.મારી ઉંમર 16 વર્ષ છે. મેં થોડા સમય પહેલાં જ હસ્ત-મૈથુન કર્યું હતું, મને તેમાં ખૂબ મજા આવી હતી, મને સ્વપ્નદોષની સમસ્યા હતી, પણ હસ્ત-મૈથુન કર્યાં બાદ તે સમસ્યા ઓછી થઇ ગઇ હોય એમ લાગી રહ્યું છે.

જવાબ.હસ્ત-મૈથુન કરવામાં કોઈ સમસ્યા નથી, તમારી ઉંમરના દરેક છોકરા એ કરતાં જ હોય છે, માટે ગભરાશો નહીં. હા, પણ અતિની કોઇ ગતિ નહીં. તેથી કોઇપણ વસ્તુ અતિશય ન હોવી જોઇએ.

Advertisement