હું એક સગીર છોકરાના પ્રેમમાં છું,મારે તેની સાથે લગ્ન કરવા જોઈએ?

સવાલ.હું 19 વર્ષની છોકરી છું અને 17 વર્ષના છોકરાના પ્રેમમાં છું અમારા પરિવારના સભ્યો આ વિશે જાણે છે તેઓ આ સંબંધથી ખુશ છે પરંતુ અમે બંને કોઈ નોકરીમાં નથી વળી છોકરો હજુ સગીર છે હવે લગ્ન કરીએ તો કેવા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે?આ અંગે યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.તમે તમારી જાતને પૂછો અને વિચારો કે કેવા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે લઘુમતી અને બેરોજગારી બંને પોતામાં સૌથી મોટી સમસ્યા છે તમે એ છોકરા સાથે પુખ્ત થયા વિના લગ્ન નહીં કરી શકો અને નોકરી કર્યા વિના જીવનનું વાહન નહીં ચાલે માટે પ્રેમની સાથે તમારી કારકિર્દી પર પણ ધ્યાન આપો પરિવારના સભ્યોનો ટેકો તમારો અધિકાર છે તેને જાળવી રાખો અને જાતીય સંબંધો ટાળો. પુખ્ત બન્યા પછી જ નિર્ણય લો.

સવાલ.હું 22 વર્ષનો કુંવારો યુવક છું કોલેજમાં હતો ત્યારે મેં ત્રણ છોકરીઓ સાથે સે-ક્સ માણ્યું હતું.એ સમયે મેં નિરોધનો ઉપયોગ કર્યો હતો હવે મારી સગાઈ થઈ ગઈ છે અને થોડા મહિના પછી લગ્ન થવાનાં છે હું જ્યારે ભાવિ પત્ની સાથે સં-ભોગ કરવાની કોશિશ કરું છું ત્યારે મારું શિશ્ન ઉત્તેજિત નથી થતું પહેલાં સે-ક્સ માણ્યું હતું એને કારણે મને ચિંતા થાય છે કે એઇડ્સ તો નહીં થાયને?

જવાબ.તમે કોલેજમાં હતા ત્યારે ત્રણ છોકરીઓ સાથે સંભોગનો આનંદ માણતી વખતે કોન્ડોમનો ઉપયોગ કર્યો હોવાથી એઇડ્સ થવાની શક્યતા ઓછી છે છતાં એક વાત ધ્યાનમાં રાખવી કે જે વ્યક્તિ તમારી પાસે આવી શકે છે એ બીજે પણ જઈ શકે.

એટલે તમને મનમાં જો શંકા પડતી હોય તો લગ્ન પહેલાં એચઆઇવી ટેસ્ટ કરાવી લેવી સારી જેથી તમારી શંકા દૂર થઈ જાય સમાગમના ત્રણ મહિના પછી એઇડ્સના કીટાણુઓ લોહીમાં દેખાય છે એલાઇઝા ટેસ્ટથી એનું ચોક્કસ નિદાન થઈ શકે છે.

તમારી ઇન્દ્રિય ભાવિ પત્ની સાથે સંભોગ કરતી વખતે ઉત્તેજિત ન થાય એનો કોલેજમાં ત્રણ છોકરીઓ સાથે કરેલા સં-ભોગ સાથે કંઈ જ નિસ્બત નથી ઘણી વાર લગ્ન પહેલાં સે-ક્સ માણીને મેં ખોટું કામ કર્યું હતું એવી હીન ભાવના એક માનસિક બ્લોક તરીકે મનમાં આવવાને કારણે પણ કમેચ્છા દબાઈ જતી હોય છે.

અને ઉત્થાન થવામાં રુકાવટ ઊભી થાય છે એક વાર ફેઇલ થયા પછી બીજી વાર સં-ભોગ કરવાની કોશિશ કરો ત્યારે હું ફરી વાર નિષ્ફળ જઈશ એવો ડર મનમાં ઘૂસી જાય છે પરિણામે ઇન્દ્રિય ઊભી થશે કે નહીં એવી ભાવનાથી મન ચિંતિત થઈ જાય છે એક વ્યક્તિનું એક જ સમયે એકસાથે ચિંતિત અને ઉત્તેજિત થવું શક્ય નથી જેવી ચિંતા મૂકી દેશો એવી ઉત્તેજના પાછી આવી જશે.

સવાલ.હું 36 વર્ષની પરિણીત સ્ત્રી છું મારી યોનિમાંથી સફેદ રંગનું ચીકણું પાણી પડે છે અને હાથ-પગ પણ બહુ દુ:ખે છે શું મને શ્વેતપ્રદરની તકલીફ હશે?મારા પતિ ડાયાબિટીઝથી પીડાય છે અને તેમને લિંગ પર ચીરા પડે છે તો પણ અમે સંભોગ કરીએ છીએ અમે આની બહુ દવા કરાવી પણ કોઈ ફરક નથી પડયો મને યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.તમારી યોનિમાથી સફેદ રંગનું જે પાણી પડે છે એમાં દહીનાં ફોદા જેવું દ્રવ્ય હોય તમારા અંદરનાં કપડાં પર ડાઘ પડતા હોય યોનિમાં ચળ આવતી હોય કે કોઈ વાર લોહી આવતું હોય તો તમારે ઇલાજ કરાવવાની જરૂર છે નહીંતર નહીં.

ડાયાબિટીઝ વધી ગયો હોય તો લિંગ પર ચીરા પડવાની શક્યતા છે એટલે પહેલાં તમારા પતિનું ડાયાબિટીઝ વધારે હોવાથી ફંગલ ઇન્ફેક્શન થાય છે તેમને ક્લોટ્રામિઝોલ નામનો મલમ લગાડવાથી સંપૂર્ણ રાહત મળી જશે અને તમે પણ.

આ જ નામની ગોળી સાત દિવસ સુધી રોજ રાત્રે યોનિમાર્ગમાં મૂકો જેનાથી તમને પણ સંપૂર્ણ રાહત મળી જશે એક વાતનું ધ્યાન રાખવાનું કે આ ઉપચાર દરમ્યાન તમારે સંભોગ નહીં કરવાનો નહીં તો તમને એકબીજાનું ઇન્ફેક્શન લાગ્યા કરશે અને તમારી સમસ્યા દૂર નહીં થાય.

પસવાલ.આપણે સં-ભોગ કરીએ ત્યારે એનો આનંદ લાંબો સમય ચાલે અને એનાથી આપણા શરીરને કોઈ નુકસાન ન થાય એ માટેનો ઉપાય બતાવશો.

જવાબ.સં-ભોગ ગમે એટલો લાંબો ચાલે એનાથી શરીરને નુકસાન થવાનો સવાલ જ ઊભો નથી થતો જો થશે તો ફાયદો થશે સં-ભોગ એ સમભોગ હોવો જોઈએ એટલે કે સરખો ભોગ હોવો જોઈએ મતલબ કે બન્નેને સંતોષ મળે એ રીતનો હોવો જોઈએ સં-ભોગ કેટલો લાંબો અને કેટલો ટૂંકો એ અગત્યનું નથી પણ કેટલો મજાનો અને કેટલો સંતોષજનક છે એ મહત્ત્વનું છે.

સવાલ.મારી ઉંમર 71 વર્ષની છે હું ઘણા સમયથી સે-ક્સની સમસ્યાથી પીડાઉં છું મારી પત્ની મૃત્યુ પામી છે અને હું હસ્તમૈથુનના રવાડે ચડી ગયો છું અત્યારે ચરમસીમાએ પહોંચ્યા બાદ વીર્ય બિલકુલ નથી નીકળતું અને ઉત્થાન માટે મારે મહેનત કરવી પડે છે ઘરવાળાઓનું દબાણ હોવાથી હું બીજાં લગ્ન કરવાનું વિચારું છું મને યોગ્ય સલાહ આપશો.

જવાબ.લગ્નની શરૂઆતમાં સે-ક્સનો વિચાર કરીએ અને ઇન્દ્રિય ઉત્તેજિત થઈ જાય એ સ્થિતિ લગ્નનાં વીસ-પચીસ વર્ષ બાદ નથી રહેતી દરેક વ્યક્તિએ ઉત્થાન માટે થોડી કલ્પના અને થોડાઘણા સ્પર્શનો સહારો લેવો જ પડે છે આ સાધારણ પ્રક્રિયા છે બીમારી નથી એટલે એના માટે કોઈ ઇલાજની પણ આવશ્યક્તા નથી.

તમારી સમસ્યા વીર્ય નથી નીકળતું એ છે એવું કદાચ હોર્મોનની ક્ષતિને કારણે હોઈ શકે વીર્યની ઓછી માત્રા બે વસ્તુ પર આધાર રાખે છે હોર્મોનની ઉણપ અને યોગ્ય ઉત્તેજનાનો અભાવ હોર્મોનની ઉણપ માટે તમે ત્રણેક મહિના સુધી અઠવાડિયામાં બે વાર.

અડદની દાળ લસણનો તડકો-વઘાર આપીને લો અને લીલી શાકભાજી વધુ ખાઓ તો સંભવ છે કે આ તકલીફ દૂર થઈ જશે 71 વર્ષ પછીની ઉંમરમાં ઘણી વાર હોર્મોનની કમી વરતાતી હોય છે.

જો આનાથી યોગ્ય ફાયદો ન થાય તો પછી તમારું પીએસએ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન લેવલ ચેક કરાવો જો એ નોર્મલ હોય તો તમે કૃત્રિમ હોર્મોનના ઇન્જેક્શન લઈ શકો છો આ ઇન્જેક્શન દર ત્રણ અઠવાડિયે થાપા પર લેવાનું હોય છે વરસમાં એક વાર પીએસએ લેવલ ચેક કરાવવું તમારા માટે હિતાવહ રહેશે.

ઘરવાળાઓ દબાણ કરે એટલે લગ્ન કરવાં જોઈએ એ જરૂરી નથી તમને પોતાને ઇચ્છા થતી હોય અને કામજીવન માટે સમર્થ છો એમ લાગતું હોય તો તમે અવશ્ય લગ્ન કરી શકો છો લગ્ન કરવાં કે નહીં એનો અંતિમ નિર્ણય તમારો પોતાનો જ હોવો જોઈએ.

Advertisement