હું 41 વર્ષની મહિલા છું, હું જાણવા માંગુ છું કે શું નસબંધી કરાવ્યા પછી સે@ક્સ માંથી રસ ઉડી જાય છે?…

સવાલ.નહાતી વખતે ઘણીવાર કાનમાં પાણી જતું રહે છે જેના કારણે પછી દુખાવો થાય છે. શું કાનમાં ગયેલું પાણી એને બહુ નુકસાન પહોંચાડે છે?.

Advertisement

જવાબ.કાન આપણા શરીરની પાંચ અગત્યની ઇન્દ્રિયમાંથી એક હોવાને કારણે સાંભળવા માટે કાન જરૂરી છે. કાનમાં પાણી જવાની બાબત ગંભીર નથી, પરંતુ એને વ્યવસ્થિત રીતે સાફ ન કરાય તો એ ગંભીર રૂપ લઈ શકે છે. મોટા ભાગે કાનમાં પાણી જાય ત્યારે આપણને ખબર જ પડી જતી હોય છે. કાનમાં પાણી જાય તો ઓછું સંભળાય તેમજ હળવો દુખાવો થઈ શકે. આ સિવાય સમસ્યા વકરી જાય તો કાનમાંથી ઘણીવાર પસ પણ નીકળે છે.

જો તમને ચક્કર આવે અને સ્થિર ઊભા ન રહી શકાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટા ભાગે કાનમાં પાણી જવાને કારણે દેખાતાં લક્ષણો ઘરગથ્થુ ઇલાજ કરીને જ દૂર થઈ જાય છે પણ જો એવું ન થાય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ, કારણ કે જો કાનમાં પાણી રહી જાય તો કાનમાં ફંગસ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

કાનમાંથી પાણી આવે તો એક દિવસથી વધારે આવે તો એની અવગણના ન કરો. જુઓ કે એ પતલું છે કે સ્ટિકી છે, એમાંથી વાસ આવે છે. જો એમ હોય તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો. કાનમાં તમને મનફાવે એવા ઈયર ડ્રોપ્સ કે ગરમાગરમ તેલ વગેરે ક્યારેય ન નાખો. આ પ્રકારના પદાર્થથી તમારા કાનના પડદામાં હોલ પણ થઈ શકે છે. આમ, કાનની કાળજી રાખવી બહુ જરૂરી છે.

સવાલ.મને હસ્ત-મૈથુનની આદત છે. શું આના કારણે મારું લગ્નજીવન મુસીબતમાં મુકાઈ શકે છે?.

જવાબ.હસ્ત-મૈથુન એક સામાન્ય આદત છે. જે લગભગ દરેક પુરુષનાં જીવનમાં જોવા મળે છે. હસ્ત-મૈથુનથી કોઇ જ ચિંતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઇ જ તકલીફ પડશે નહી. કદાચ તમને થશે કે તમે દરરોજ હસ્ત-મૈથુન કરો છો

તે વધારે પડતું કહેવાય અને તેના લીધે તકલીફ ભવિષ્યમાં થઇ શકે છે, પણ એવું નથી. વધારે પડતું હસ્તમૈથુન જેવી કોઇ જ વસ્તુ નથી. કોઇ વ્યક્તિ દિવસમાં દરરોજ ચાર કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દરરોજ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ બોલે છે. તો શું પાંચ વર્ષ પછી ચાર કલાક બોલનાર વ્યક્તિની જીભ નબળી થઈ જાય છે?.

જેમ વધારે બોલવાથી જીભમાં નબળાઈ આવતી નથી તે જ રીતે દરરોજ હસ્ત-મૈથુન કે સે@ક્સ કરવાથી કોઇ જ નબળાઈ આવતી નથી. પુરુષ અને સ્ત્રી પોતાની સે@ક્સની ઇચ્છાને પુરી કરવા માટે હસ્ત-મૈથુન કરતા હોય છે, તેનાથી કંઈ અંધાપો કે અન્ય પ્રકારની શારીરિક ખામી નથી આવતી.

હસ્તમૈથુનથી શરીરના કોઈ અંગને નુકસાન નથી પહોંચતું. આમ છતાં હસ્ત-મૈથુન કોઈ સમસ્યા લાગતી હોય અથવા તેનાથી કોઈ આડ અસર થતી હોવાની શંકા હોય તો સે@ક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

સવાલ.મને બહુ થાક લાગતો હોવાથી તપાસ કરાવતા ખબર પડી છે કે મારામાં કેલ્શિયમની ઉણપ છે. મારે આહારમાં શું ધ્યાન રાખવું જોઈએ?.

જવાબ.હાડકાંને નબળા થતા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીથી બચાવવા માટે કેલ્શિયમનો આહારમાં સમાવેશ જરૂરી હોય છે. કેલ્શિયમનો મહત્ત્વનો સ્ત્રોત દૂધના ઉત્પાદનો છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત કેલ્શિયમના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પ પણ છે.

કેલ્શિયમની ઊણપથી સાંધાનો દુખાવો થઈ શકે છે અને હાડકાં નબળાં પડી શકે છે. સોયાબીન, બ્રોકલી, તલ, લીલા ચણા અને પાલકમાંથી પણ સારું એવું કેલ્શિયમ મળી શકે છે. 100 ગ્રામ સોયાબીન ડાયેટ કેલ્શિયમનું 27 ટકા દૈનિક મૂલ્ય આપે છે.

100 ગ્રામ બ્રોકલીમાં લગભગ 50 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. 2 કપ બ્રોકલીમાં એક ગ્લાસ દૂધના સમાન કેલ્શિયમ હોય છે પરંતુ દૂધમાંથી મળતા કેલ્શિયમની સરખામણીમાં બ્રોકલીમાંથી મળતું કેલ્શિયમ વધુ સરળતાથી શરીરમાં શોષી શકાય છે. 100 ગ્રામ તલના બીજમાં કેલ્શિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે. 100 ગ્રામ ચણામાં લગભગ 105 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ સિવાય 100 ગ્રામ પાલકના સેવનથી 100 મિલિગ્રામ કેલ્શિયમ મળી શકે છે.

સવાલ.હું 41 વર્ષની મહિલા છું. મેં છ મહિના પહેલાંં જ મહિલા નસબંધીનું ઓપરેશન કરાવ્યું છે અને મને લાગે છે કે મારી જાતીય જીવન માણવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે. શું આમ થઇ શકે?.

જવાબ.તમારી સમસ્યાનો ઉકેલ જાણવા માટે પહેલાંં મહિલા નસબંધી ઓપરેશન શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. હકીકતમાં અંડાશયનું કામ એગ બનાવવાનું અને હોર્મોન ઉત્પન્ન કરવાનું હોય છે. અંડાશયમાં એગ પેદા થયા બાદ ફલોપિયન ટ્યૂબમાં પહોંચે છે.

જો ત્યાં સ્પર્મ હાજર હોય તો બંને મળે છે અને ફલિત થઈ મહિલા ગર્ભધારણ કરે છે. જો ફલોપિયન ટ્યુબ કાપવામાં આવે અથવા બાંધી દેવામાં આવે તો એગ અને સ્પર્મ વચ્ચે સંપર્ક શક્ય બનતો નથી અને હોર્મોન સીધા જ લોહીમાં ભળે છે.

આ જ હોર્મોન સ્ત્રીમાં કામેઈચ્છા જાગૃત કરવા માટે જવાબદાર છે. આમ, ફલોપિયન ટ્યૂબ બંધ થઈ જવાથી કે ઓપરેશન કરી દેવાથી મહિલામાં રહેલી કામેચ્છા પર કોઈ અસર પડતી નથી. જો તમને એમ લાગતું હોય કે ઓપરેશનને કારણે કામેચ્છા ઓછી થઇ છે તો તમારો ભ્રમ હોઇ શકે. કામેચ્છા ઓછી થવાના બીજા પણ કારણો જવાબદાર હોઈ શકે છે. ગર્ભનિરોધ માટે મહિલાઓની સર્જરી ભારતમાં વધારે લોકપ્રિય છે.

દુનિયાભરની સરખામણીમાં અહીં ગર્ભનિરોધ માટે કુલ મહિલાઓમાંથી 39 ટકા મહિલાઓ ઓપરેશન કરાવે છે. ભારતમાં સ્ત્રી નસબંધી લોકપ્રિય છે પણ હકીકત એ છે કે સ્ત્રી નસબંધીની સાપેક્ષમાં પુરુષ નસબંધી કરાવવી વધારે સરળ અને સુરક્ષિત છે. પુરુષો પ્રક્રિયાની અમુક મિનિટ બાદ સંપૂર્ણ રીતે ફિટ થઇ જાય છે, જ્યારે મહિલાઓને ફિટ થતા સમય લાગે છે. આમ છતાં મોટાભાગના પુરુષો મહિલાઓ પાસે નસબંધી કરાવવાનો આગ્રહ રાખે છે.

સવાલ.મને શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે. મારો એક મિત્ર કહેતો હતો કે એક ખાસ પ્રકારનું પાન ખાવાથી સમસ્યાથી છૂટકારો મળે છે. વાત સાચી છે?.

જવાબ.તમારો મિત્ર જે પાનની વાત કરી રહ્યો છે એમાં શું નાખેલું હોય છે એ જાણવું જરૂરી છે. ઘણી વાર સેક્સલાઇફ વધારનારા પાનના કાથામાં કોકેન કે કોઈ નશીલા ઉત્તેજક પદાર્થનો ઉપયોગ થતો હોય છે એટલે જ એ ખાધા પછી સમાગમ લાંબો ચાલી શકે છે.

આ ઇન્સ્ટન્ટ અસર માટે નખાયેલાં નશીલા દ્રવ્યોથી લાંબા ગાળે અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આવાં પાન ખરેખર તો નુકસાનની શરૂઆત કરનારાં હોય છે એટલે એના સેવનથી દૂર જ રહેવું જોઇએ. હકીકતમાં શીઘ્ર સ્ખલનની સમસ્યા માટેનું કારણ સમજવાની જરૂર છે.

કોલેસ્ટરોલ, વધારે ચરબી અને ડાયાબિટીસને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જો યોગ્ય ચકાસણી કરાવશો તો તમને તમારી સમસ્યાનું કારણ મળી જ જશે, બાકી પાનમાં વપરાતા ઊંટવૈદામાં વિશ્વાસ મૂકવા જેવો જરાય નથી.

Advertisement