આગામી 24 કલાક માં અહીં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી,જાણી લો ફટાફટ…

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં લગભગ 50 ટકા સિઝન પૂરી થઈ ગઈ છે. ત્યારે આગામી 24 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

Advertisement

બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, ડાંગ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢના ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.આમ, આગામી 24 કલાક બાદ રાજ્યમાં ઓછો વરસાદ પડશે.

આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને પગલે દમણ પોર્ટ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ભારે ભરતી અને સતત બદલાતા વાતાવરણને કારણે દરિયામાં હાલમાં ઉંચો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને દમણ પ્રશાસને હજુ પણ ઉબડખાબડ દરિયાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ત્રણ નંબરનું સિગ્નલ જારી કર્યું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

લોકોને બીચથી દૂર રહેવા માટે સૂચના અપાઇ છે.24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ અને જૂનાગઢ, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.

ગુજરાત-સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ ઓછો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે.

Advertisement