આજે રાત્રે ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ…

આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. તો અમદાવાદમાં પણ આજે અને કાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

Advertisement

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, છોટાઉદપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર આ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે.આ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આમ, આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે. 13 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 43 ટકા વરસાદ નોંધાયો છે. માત્ર 10 દિવસમાં જ ગુજરાતમાં 33 ટકા વરસાદ ખાબક્યો છે.

જે 8 વર્ષનો સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. સરખામણી કરીએ તો, ગત વર્ષ કરતા અત્યાર સુધીમાં 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષ કરતા 58 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 15 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ કરશે.

રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement