આજથી 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આ આગાહી વિશે…

ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે અને આગામી પાંચ દિવસ સુધી ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ 46.70 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 47.23% અને દક્ષિણ ગુજરાતમાં 57.36% વરસાદ નોંધાયો છે. જેના કારણે ગુજરાતની નદીઓ બે કાંઠે વહી રહી છે.

Advertisement

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.ગુજરાત રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્યમાં આજથી 4. દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડશે. અમદાવાદમાં પણ 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. દ્રારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.

રાહતની વાત એ છે કે ગુજરાતમાં પ્રારંભિક સિઝનનો 65 ટકા વરસાદ થયો છે, જેમાંથી સૌરાષ્ટ્રમાં 12 જુલાઈ સુધી 94 ટકા વરસાદ નોંધાયો છે. મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં પણ સારો વરસાદ થયો છે.

જો કે, ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, દ્રારકા, જામનગર, રાજકોટ, મોરબી, છોટાઉદેપર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 દિવસ બાદ એટલે કે 72 કલાક બાદ વરસાદને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે 15 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

ખેડૂતોની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે 17મી જુલાઈ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરાપ નીકળી શકે છે. આજે નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ યથાવત હેશે. આજે 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.

12 જિલ્લામાં ભારે વરસાદ રહેશે. ડાંગ, નવસારી, ગીર સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદ થશે.કાલે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી અત્યંત ભારે વરસાદ થશે વલસાડમાં અતિભારે વરસાદ થશે. કચ્છ, પોરબંદર, રાજકોટ, ભરૂચ, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement