અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે નદી-નાળા છલકાઈ જશે તેવો પડશે વરસાદ…

રાજ્યમાં શનિવારે મેઘરાજા મહેરબાન થયા હતા. 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં 149 તાલુકાઓમાં મેઘ મહેર નોંધાઈ હતી. આકાશમાંથી અમૃત વરસી રહ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી પ્રજા અને ખેડૂતો બંને ખુશ છે.

Advertisement

ત્યારે ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ટૂંક સમયમાં નદી-નાળા છલકાઈ જશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

તેમણે કહ્યું કે અમદાવાદમાં ધીમે ધીમે વરસાદ વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 5 જુલાઈ સુધી વરસાદ પડશે. વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી 10થી 15મીએ ભારે વરસાદ પડશે.

આવી સ્થિતિમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. વરસાદ પડશે જે નદી નાળા છલકાઈ જશે.હવામાન વિભાગે ગુજરાતમાં 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તાજેતરના અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ પડશે. જાણો ક્યાં ક્યાં વરસાદની આગાહી છે.

હવે વાત કરીએ ક્યારે અને ક્યાં વરસાદની આગાહી.4 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી.5 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી.

6 જુલાઈએ વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી.

7 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદપુર, સુરત, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

શનિવારે 24 કલાકમાં 149 તાલુકામાં મેઘ મહેર નોંધાઈ હતી. સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ નવસાડાના વાંસદામાં નોંધાયો હતો, જેમાં વાંસદા ડૂબી ગયું હતું. તો દ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત 4 તાલુકામાં 4.4 ઈંચ વરસાદ નોંધાયો છે. 5 તાલુકામાં 3-3 ઈંચ, 5 તાલુકામાં 3-3 ઈંચ, 3 તાલુકામાં 2-2 ઈંચથી વધુ અને 14 તાલુકામાં 2-2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદની આગાહી બાદ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે ત્રણ જિલ્લામાં કુલ 5 ટીમો હશે. 3 ટીમ રાજકોટ જિલ્લામાં રહેશે. 1-1 ટીમ બનાસકાંઠા અને સુરતમાં રહેશે.

આણંદ અને બોરસદમાં છેલ્લા 24 કલાકમાં આભ ફાટ્યું હતું. અને અહીં મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવ્યો હતો. રાજ્યમાં હજુ પણ વરસાદની સંભાવના છે. ત્યારે માનવ જીવન પણ જોખમમાં હતું જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં 10 થી 15 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી કરી છે.હવામાનશાસ્ત્રી અંબાલાલના જણાવ્યા અનુસાર 10 જુલાઈથી રાજ્યોમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જશે અને 15 જુલાઈ સુધીમાં નદી-ખાડી પાણીથી ભરાઈ જશે. આ દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના છે.

Advertisement