અંબાલાલ પટેલ ની મોટી આગાહી,ગુજરાત માં તારીખ થી ધોધમાર વરસાદ પડે એવી આગાહી..

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ઓમાન તરફ ફેલાઈ ગયું છે. જો કે તેની અસરને કારણે દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની અછત છે. આ સિવાય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,22 જુલાઈથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં સરેરાશ 56.13 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતના મોટાભાગના ડેમ ભરાઈ ગયા છે.જેના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે.જોકે,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, જેની અસર ખેડૂતોને પણ થઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના છે.હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 22 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેમાંથી 24મીથી 26મી સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને 30મી જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીનો પ્રવાહ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી-પૂર્વ એમપી અને બિહાર સુધી ફેલાશે.

જ્યાં 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બિહારના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે.વરસાદનો પ્રથમ રાઉન્ડ સંપૂર્ણ રીતે થયો નથી અને 22 જુલાઈથી વરસાદની સંભાવના છે.

હજુ પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે, ભારે વરસાદની સંભાવના છે. 20મી જુલાઇ પછી વરસાદનું પાણી ઉભેલા ખેતી પાક માટે સારું છે. કૃષિ પાકોનો સારો વિકાસ થઈ શકે છે, ઓગસ્ટની શરૂઆતમાં નક્ષત્રના વરસાદ પછી, આ વરસાદ જમીનમાં ભેજ જાળવી રાખશે.

આ વરસાદને કારણે ભાલકાંઠાના કેટલાક વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ધંધુકા, સુરેન્દ્રનગર, મહેસાણાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડશે.સૌરાષ્ટ્રમાં હળવા-ભારે ઝાપટાં જારી રહ્યા હતા. સવારથી સાંજ સુધીમાં મોરબી, જામનગર, ભેંસાણમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઝાપટાં સાથે 24 કલાકમાં તલાલામાં 3 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, ગીર ગઢડામાં દોઢ, ઉના, રાજુલા અને કોડીનારમાં એક અને સૂત્રાપાડામાં અર્ધો ઈંચ વરસાદ નોંધાયો હતો. કોડીનાર તાલુકાના ડોળાસામાં વધુ ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.

મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ, કોટડાસાંગાણી, જામકંડોરણા, ભાણવડ, જુનાગઢ, અમરેલી, ગીર ગઢડા, વંથલી, કેશોદ સહિત તાલુકાઓમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. સુરેન્દ્રનગરના મુળી-સાયલામાં અર્ધાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

Advertisement