બહેનની છેડતી કરનાર ભાઈએ યુવક ને રસ્તા વચ્ચે મોતને ઘાટ ઉતારી દીધો,જાણો સમગ્ર મામલો..

હત્યા ની સંખ્યાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ભાઈ-બહેનના પવિત્ર સંબધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. યુવકની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આરોપી યુવકે યુવકને તિક્ષ્ણ હથિયારના 8 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Advertisement

બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરીને હત્યારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીમાં રહેતા ઉજ્જવલ રાજેશ ઉપાધ્યાયની નવાગામ ડિંડોલીની લક્ષ્મણનગર સોસાયટી પાસે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

હત્યાની રાત્રે ઉજ્જવલે ભૂષણ પાટીલને બે-ત્રણ વાર ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોનનો જવાબ આપ્યો નહોતો. મોડી રાતની વાતચીત બાદ ઉજ્જવલ તેના મિત્ર સાથે લક્ષ્મણનગરમાં ભૂષણ પાટીલના ઘરે ગયો હતો. જ્યાં ભૂષણ પાટીલ તેના મિત્રો સાથે ઘરની બહાર વરંડા પર બેઠો હતો. આ દરમિયાન ભૂષણ અને તેના મિત્રોની ઉજ્જવલ સાથે ઝઘડો થયો હતો.

બાદમાં ભૂષણ અને તેના મિત્રો દ્વારા ઉજ્જવલને સ્ટીલની પાઇપ વડે માથામાં મારવામાં આવ્યો હતો. ભૂષણ અને તેના સાથીઓએ તિક્ષ્ણ હથિયાર વડે ઉજ્જવલને આઠ મારામારી કરી હતી. જે બાદ ઉજ્જવલ લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. એમબાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, ઉજ્જવલ એક ગુનેગાર હતો. તેની સામે અનેક ગુના પણ નોંધાયેલા છે. ઉજ્જવલ પહેલા તે ભૂષણ પાટીલના ઘરે રહેતો હતો. ભૂષણ પાટીલની બહેનના પતિની બે વર્ષ પહેલા હત્યા થઈ હતી. ત્યારથી ઉજ્જવલ ભૂષણની બહેનને જોઈ રહ્યો હતો.

ભૂષણ પાટીલ જેલમાં હતો ત્યારે પણ ઉજ્જવલે ભૂષણની બહેન સાથે ગેરવર્તણૂક કરી હતી. આથી જેલમાંથી બહાર આવ્યા બાદ ભૂષણ અને ઉજ્જવલ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ભૂષણ પાટીલે તેના સાથીઓ સાથે મળીને ઉજ્જવલની હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં ભૂષણ, રાહુલ, સુધીર, ગજ્જુની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપી સુનીલ હાલ પોલીસથી દૂર છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવોજ એક બીજો કિસ્સો ઘટના ઉત્તરપ્રદેશના મેરઠના સરથાણા શહેરમાં એક યુવકે તેની બહેનના બોયફ્રેન્ડની હત્યા કરી દીધી હતી તે હુમલામાં યુવતીને પણ ઇજા થઈ હતી.આ ઘટનામાં ભાઈએ બહેનના પ્રેમલગ્નના વિરોધમાં હત્યા કરી નાખી હતી.

પોલીસે આ ઘટનાના આરોપીની ધડપકડ કરી લીધી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલુ કઈ દીધી છે. બોયફ્રેન્ડ જેકી તેના પરિવાર સાથે રહેતો હતો અને તે થોડાક દિવસ પહેલા પાડોશી છોકરીને તેના સાથે લઈ ગયો હતો.ત્યારબાદ છોકરીના પરિવારને ખબર પડી હતી કે તેમની દીકરીએ જેકી સાથે પ્રેમલગ્ન કરી લીધા છે.

આ જાણીને છોકરીના પરિવારના લોકો ખુબજ ગુસ્સે થઈ ગયા હતા.ત્યારે તેમને છોકરાના પરિવારના લોકોની સાથે ધમકી આપીને ઝગડો કરતા હતા.ત્યારે છોકરીના પરિવાર લોકોએ સોમવારે જેકીના ઘરમાં ઘુસીને જેકીને માર માર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી જેને કારણે જેકીને ગંભીર ઇજા પહોંચી હતી ત્યારબાદ યુવક જમીન પર પડતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

તે પરિવાર ના લોકોએ તેમની દીકરીને પણ આ મામલે ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને યુવકની હત્યાના સમાચાર મળતા જ તેના ઘરે ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે એક આરોપીની ધડપકડ કરી છે.

Advertisement