ચેતજો/ગુજરાત ના આ 5 જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી,આ જિલ્લામાં પુર ની શકયતા..

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે.બીજી બાજુ,સૂકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ થયો છે,જેને પરિણામે પીવાના પાણની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તંગી પણ દૂર થઈ છે.હવામાન વિભાગે આજે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ત્રાટકશે.આગાહી મુજબ આગામી 3 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા,અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડશે.ઉલ્લેખનીય છે કે,આ વર્ષે ઉત્તરમાં નોંધપાત્ર વરસાદ થયો નથી.આવી સ્થિતિમાં આજની આગાહીને લઈને ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે.આગામી 3 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે ગણી શકાય. હવામાન વિભાગે ઉત્તરમાં બનાસકાંઠા,મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.જો કે આજે સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

જે બાદ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ 1.5 ઈંચ, શહેરામાં 1 ઈંચ,કડાણામાં 1 ઈંચ,મોરવા હડફમાં 1 ઈંચ, ઉમરપરામાં 15 મીમી,પેટલાદમાં 15 મીમી,નડિયાદમાં 13 મીમી અને માંગરોળ 13 મીમી વરસાદ,કપરાડામાં 13 મીમી વરસાદ પડ્યો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 19.51 ઈંચ સાથે સીઝનનો 58.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે છાંટા પડી રહ્યા છે.વરસાદી વાતાવરણને કારણે આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં છે.

હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાના સંકેતો પણ હવામાન વિભાગે આપ્યા છે. સવારથી અમદાવાદમાં સરખેજ, સનાથલ, નવાપુરા, બાકરોલ વિસલપુર અને કાસિન્દ્રા સહિત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં બોડેલીમાં સાડાચાર ઈંચ, વાઘોડિયામાં ત્રણ ઈંચ, વડોદરામાં બે ઈંચ, સંખેડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે તિલકવાડા, પાદરા અને કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ, તમામ 33 જિલ્લાના 137 તાલુકામાં મેઘમહેર થઈ હતી.

વરસાદના કારણે ચીકુ, કેરી, મગફળી જેવા પાકને ભારે નુકસાન થયું છે.રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પાકના નુકસાનનો સર્વે કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ચણા, કેરી, મગફળી, કેળા અને તેલીબિયાંના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે સર્વે થયા બાદ તંત્ર કેટલા પેકેજની જાહેરાત કરે છે તેના પર તમામ ખેડૂતોની નજર રહેશે.

Advertisement