ચોટીલા ડુંગર પર લોકો કેમ નથી કરતા રાત્રી રોકાણ,?,ખુલ્યું આ મોટું રહસ્ય…

આજે આપણે મા ચામુંડા ચોટીલાના ઇતિહાસ અને સાચી ઘટના વિશે જાણીશું હા તો ચાલો જાણીએ કે સાંજ પડતાં તમામ લોકોએ પર્વત પરથી ઉતરી જવું પડે છે કોઈ વ્યક્તિ રાત્રે રહી શકતું નથી આ પાછળનું શું રહસ્ય છે.

Advertisement

એ પણ તમને જણાવીશું આ શહેર રાજકોટથી 45 કિ.મી અને અમદાવાદથી 190 કી.મી.ની અંતરે આ ચોટીલા ગામ આવેલું છે અને ત્યાં જ ચામુંડા માતાનું મંદિર પણ છે આ મંદિર પર્વતની ટોચે આવેલ છે.મંદિરના પગથિયાં 635 છે.

આ ચામુંડા માતાનો પર્વત હજારો વર્ષ જૂનો હોવાનું ઉલ્લેખ થાન પુરાણના પુસ્તકમાં જોવા મળ્યો છે.દેવી ભાગવત અનુસાર અહી પર્વત પર હજારો વર્ષ પહેલા ચંડ અને મુંડ નામના રાક્ષશોનો બહુ ત્રાસ હતો ત્યારે ઋષિમુનીઓએ યજ્ઞ કરી.

આધ્યશક્તિને પ્રાર્થના કરી કે તમે આ બે રાક્ષશોનો વધ કરો.તે જ સમયે હવન કુંડમાંથી તે જ સ્વરૂપે પ્રગટ થયા મહા શક્તિ અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના આ બે રાક્ષશોનો સંહાર કર્યો બસ ત્યારથી જ આ માતાજી કહેવાયા આજે તો ચોટીલામાં ભવ્ય મંદિર છે.

પણ 150 વર્ષ પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો છતાં પણ લોકો અહી આવતા હતા તે સમયે પગથિયાં પણ ન હતા છતાં લોકો મહા મહેનતે પગથિયાં ચડતા હતા અને માતાજીનાં દર્શન કરતાં હતા આ મંદિરમાં માતા ચામુંડા દિવસમાં 3 વખત સ્વરૂપ બદલે છે.

1.બાલિકા સ્વરૂપ,2. વૃદ્ધા સ્વરૂપ અને 3.કોપાયમાન સ્વરૂપ ચામુંડામાની આરતી સાંજની ખૂબ જ અદ્ભુત હોય છે ચોટીલાના આ મંદિરમાં તમે જો ધ્યાનથી જોશો તો ચામુંડામાના બે સ્વરૂપ જોવા મળશે માતાજીએ ચંડ અને મુંડ નામના બે રાક્ષશોનો વધ કર્યો હોવાથી બે સ્વરૂપમાં જોવા મળે છે.

તેમાં એક છે ચંડી અને બીજું સ્વરૂપ છે ચામુંડા માનું ચોટીલા માતાજીના મંદિરે હજારો લોકો દર્શને આવે છે પરંતુ સાંજ પડતાં જ આરતી પૂરી થયાની સાથે જ તમા લોકોએ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે સામાન્ય લોકો જ નહીં.

પરંતુ મંદિરના પૂજારીએ પણ સાંજની આરતી બાદ પર્વત પરથી નીચે ઉતરી જવું પડે છે કારણ કે રાત્રિના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી.હા ફક્ત નવરાત્રિ સમયે જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજી એ આપી છે.

શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વષૅ પહેલા અહિં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો ત્‍યારે ઋષિ મુનીઓએ યગ્‍ન કરી આધ્‍યા શકિતમાંની પ્રાથૅના કરી.

ત્‍યારે આધ્‍યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ ત્‍યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે.

તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી માં ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્‍યાએ નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા.

તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતાં.આશરે ૧પપ વર્ષ વિક્રમ સંવત ૧૯૧૦ થી ૧૯૧૬ પહેલા મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરી હરિગીરીબાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પુજા કરતાં અને મંદિરના વિકાસના કર્યો.

કરતાં હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પુજા કરે છે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે.

ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય.

તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.

અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કર્યો કરે છે ચોટીલા ચામુંડા માતાજીના સ્‍થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી.

એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્‍યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે ડુંગર પર મુખ્‍ય મંદિરમાં માતાજીના બે સ્‍વરૂપ છે આ બે સ્‍વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો.

Advertisement