દરિયા કિનારે રહેલા લોકો સાવધાન,ગુજરાત માં આગામી 24 કલાક માં અતિ ભારે વરસાદની આગાહી..

દેશના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે ઉત્તરપૂર્વમાં આસામ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ અને પૂર સિવાય પૂર સામે લડી રહ્યું છે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હૈદરાબાદ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મરાઠવાડા અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

આ સિવાય ઓડિશા કર્ણાટક તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે ગુજરાતમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં અત્યાર સુધીમાં 83 લોકોના મોત થયા છે 31,000 લોકો વિસ્થાપિત થયા છે જ્યારે 500 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે NDRFની 18 ટુકડીઓ અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જેથી જરૂર પડ્યે મદદ લઈ શકાય ગુજરાતમાં વરસાદને કારણે 6 વિસ્તારો નવસારી વલસાડ ડાંગ નર્મદા છોટા ઉદેપુર.

અને પંચમહાલ સૌથી વધુ પ્રભાવિત થયા છે હવામાન વિભાગે ગુજરાતમાં 20 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે ગુજરાત પણ જાણે કુદરત કોપાઈમાન થયા હોય તેમ જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે.

ત્યારે હવે ગુજરાતનો દરિયો આગામી ત્રણ દિવસ ભારે તોફાન કરી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે ત્યારે કહી શકાય કે ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે.

એટલે સાચવજો ગુજરાતવાસીઓ આગામી 24 કલાક અત્યંત ભારે છે ગુજરાતમાં આકાશી તાંડવ બાદ દરિયો કરી શકે છે જોરદાર તોફાન છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠ કરંટ તો જોવા મળી જ છે પણ હવે દરિયાનું પાણી આપના ગામમાં પણ ઘુસી શકે છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નદીઓ ગાંડીતૂર અને આકાશમાંથી આફત વરસતા જળતાંડવ તો યથાવત છે ત્યારે આ સંકટ ગુજરાતને ચિંતામાં મુકી રહ્યું છે જેના પરિણામે હાલ રાજ્યના દરેક બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 3 લગાવી દેવાયું છે.

તો બીજી તરફ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે વલસાડના દરિયાએ તો અત્યારથી જ તોફાન કરવાનું શરૂ કરી દીધું છે વલસાડના દરિયાના પાણી દરિયાકાંઠે વસેલા દાતી ગામમાં ઘુસવાના શરૂ થઈ ગયા છે.

જેના કારણે આ ગામના 6 હજાર લોકો પર સંકટ ઘેરાયું છે તો પોરબંદરના બંદર પણ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે પોરબંદરના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં જોરદાર કરંટ જોતા હાલ ત્યાં લોકોને ન જવા તંત્રએ સૂચના આપી છે.

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના ઉપનગરો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

મુંબઈ અને આજુબાજુના ઉપનગરોમાં ભારે વરસાદના કલાકોમાં જ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મુંબઈ અને થાણે માટે ગુરુવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પાલઘર અને રાયગઢમાં થોડા દિવસો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઓડિશામાં રાતોરાત વરસાદને કારણે ગજપતિ જિલ્લામાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 10 મકાનોને નુકસાન થયું છે મલકાનગીરી અને કાલાહાંડી જિલ્લાના મુખ્ય રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા IMDએ આગામી 48 કલાકમાં.

રાજ્યના નવ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે વિભાગે જણાવ્યું કે લો પ્રેશર એરિયા બનવાને કારણે સોમવારે આટલો વરસાદ થયો હતો.

Advertisement