ગુજરામાં વરસાદ જ વરસાદ,આ તારીખ થી ફરી મેઘરાજાનું આગમન,બહાર જવાના હોઈ તો જાણી લો…

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગની બે દિવસની વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 22મી જુલાઇથી મેઘરાજા ફરી વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. શુક્રવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.

Advertisement

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 58 ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી વધુ 104 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 58 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 74 ટકા અને મધ્ય ગુજરાતમાં 47 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 33 ટકા વરસાદ નોંધાયો છે.ખેડા જિલ્લામાં સોમવારની મધરાતથી વરસાદ શરૂ થયો છે.ધીમા વરસાદથી દરેક લોકો ખુશ છે.

જિલ્લામાં વરસાદથી ખેડૂતો ખુશ છે. નડિયાદમાં બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તારના લોકોને પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઓછા વરસાદના કારણે ગણતરીના સમયે જ આ પાણી ઓછું થઈ ગયું હતું.

ખેડા જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં વરસાદની વાત કરીએ તો મહેમદાવાદમાં બે ઈંચ, નડિયાદમાં દોઢ ઈંચ, વટાણામાં દોઢ ઈંચ, મહુધામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. કાથાલાલમાં એક ઈંચ, ગલતેશ્વરમાં એક ઈંચ. સાંજના સમયે ગ્રામ્ય વિસ્તારો, નડિયાદ, માતર અને મહેમદાવાદમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. વસો અને મહેમદાવાદમાં બે ઈંચ પાણી વરસી ચૂક્યું છે.

રાજ્યમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2-2 ઈંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પોશીના, કડાણા અને મેઘરજમાં પડ્યો છે. જ્યારે ભિલોડા, સંતરામપુર, ઈડર અને શહેરામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ સાથે કપરાડા, વિજયનગર, વડાલી, ફતેપુરા, મોરવા હડફ અને ગોધરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે.તમને જણાવી દઇએ કે, રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે હજુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે એવી આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં 24 કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ શરૂ રહેશે. તારીખ 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. એમાંય તારીખ 23 અને 24 જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisement