ગુજરાત માં વરસાદને લઈને મોટા સમાચાર,દરેક ખેડૂતો ખાસ વાંચે આ આગાહી….

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચોમાસાના વિધિવત આગમનને હજુ દોઢ મહિનો પણ થયો નથી ત્યાં રાજ્યમાં સિઝનનો 50 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદ બાદ તારાજીનો નજારો સામે આવ્યો છે.

Advertisement

વલસાડ, નવસારી, છોટાઉદેપુર, તાપી સહિતના વિસ્તારોમાં રોડનું ધોવાણ થયું છે. ડુંગરાળ વિસ્તારોમાં રસ્તા પર ધોવાનું કામ કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ બધા સમાચારો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓને રેડ એલર્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

રાજ્યના માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે વહીવટી તંત્રને પણ રાહત મળી છે. જો કે હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લોકો હજુ પણ ઘણી જગ્યાએ ફસાયેલા છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે, જોકે હવે રાજ્યને વરસાદથી રાહત મળશે. ગુજરાતના માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર યલો ​​એલર્ટ પર છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યનો એક પણ જિલ્લો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પર ન હોવાથી તંત્રને બચાવ કામગીરીમાં પણ રાહત મળશે.

મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે વલસાડના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ નવસારીમાં સર્વત્ર ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે.

આથી સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. નવસારીમાં પણ એક તળાવ તૂટી ગયું છે. તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના કારણે તળાવમાં પાણી ભરાયા છે. તો વડોદરામાં સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે ગીર સોમનાથના કોડીનારનું અરણેજ ગામ પણ પાણીમાં ગરકાવ થયું હતું. અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. તો સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હતા.

ગુજરાતમાં ભારે વરસાદ અને સંભવિત આગાહીના પગલે NDRFની વધુ પાંચ ટીમો સુરત પહોંચી હતી. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદમાં રાહત અને બચાવ કામગીરી માટે ભુવનેશ્વરથી વિશેષ ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટમાં 5 ટીમો આવી પહોંચી હતી. આ ટીમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરીમાં વિશેષ મદદ કરશે.

હાલ સુરતની તમામ ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.ગુજરાતના 19 તાલુકા એવા છે જ્યાં મોસમનો 40 ઇંચ વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં નર્મદાના દેડિયાપાડા, નર્મદા, તાપીના ડોલવણ, સુરતના પલસાણા, ઉમરપાડા, નવસારીના ખેરગામ, નવસારી, વાંસદા, વલસાડના ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વલસાડ, વાપી. ડાંગના આહવા, સુબિર, વઘઇનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

Advertisement