ગુજરાત માં વરસાદને અંબાલાલ પટેલની બીજી આગાહી,આ તારીખ થી ધોધમાર પડશે વરસાદ..

ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે દક્ષિણ ગુજરાતમાં આજે રવિવાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે એકંદરે છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.

Advertisement

આ દરમિયાન ખેડૂતો હવે ઇચ્છી રહ્યા છે કે હવે વરસાદ થોડા સમય માટે વિરામ લે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 18 મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પૂરી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ છૂટો છવાયા વરસાદી ઝાંપટાની શકયતા છે પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદી પાણી સુકાઈ તે પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 જુલાઈના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે 22 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે તેમાંથી 24થી 26 દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને 30 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

જેમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે 20 જુલાઈ બાદ વરસાદનું પાણી ઉભા કૃષિ પાકો માટે સારું ગણાય છે.

કૃષિ પાકનો ઉગાવો સારો થઈ શકે ત્યારબાદ ઓગસ્ટ ની શરૂઆતમાં નક્ષત્રમાં વરસાદ થતાં જમીનમાં ભેજ સચવાશે આ વરસાદથી ભાલકાંઠાના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગો વરસાદ થશે.

ધંધુકા સુરેન્દ્રનગર મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થશે હજુ ધંધુકા અને ધોળકામાં સારા વરસાદ પણ થશે પાટડી દસાડા ના ભાગોમાં પણ સારો વરસાદ થશે વરસાદી આંકડા પ્રમાણે ગુરુવારે સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે.

આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ

નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત બેટિંગ ચાલી રહી છે ત્યારે નેશનવ હાઇવે નંબર 48 વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે હાલ આ રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ અટવાયા છે.

Advertisement