ગુજરાતના આ જિલ્લાઓમાં કરાયું રેડ એલર્ટ…આગામી 24 કલાક માં ધોધમાર વરસાદ ની આગાહી..

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આસામ બાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ લોકો માટે આફત બની ગયો છે આ બંને રાજ્યોમાં વરસાદના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે તે જ સમયે ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને હજુ પણ વરસાદથી રાહત મળી રહી નથી.

Advertisement

બંને રાજ્યોના અનેક જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા પણ શાળા-કોલેજ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે તે જ સમયે દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન બદલાવાની છે.

હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તે જાણીતું છે કે ગયા મહિનાના અંતમાં ચોમાસાએ રાજધાનીમાં દસ્તક આપી હતી પરંતુ તે પછી અપેક્ષા મુજબ વરસાદ થયો નથી.

તાજેતરના દિવસોમાં માત્ર હળવો વરસાદ પડ્યો છે હવામાન વિભાગે ઓડિશાના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તેને જોતા હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી જાહેર કરી છે.

રાજ્યના કાલાહાંડી જિલ્લામાં સૌથી વધુ 171.4 મીમી વરસાદ નોંધાયો છે વિભાગે કહ્યું કે ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં પૂરની સાથે ભૂસ્ખલનની શક્યતા છે ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.

મહત્ત્વની વાત એ છે કે દરિયામાંથી ગુજરાત તરફ પ્રવેશી રહેલું લો પ્રેશર હવે થોડાકા જ કિલોમીટર દૂર છે ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે.

હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે દરિયા પર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત એ છે કે દરિયામાંથી ગુજરાત તરફ પ્રવેશી રહેલું લો પ્રેશર હવે થોડાકા જ કિલોમીટર દૂર છે ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે દરિયા પર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે નવસારી પોરબંદર દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે.

પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે ગુજરાતમાં જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે.

ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ વિદર્ભ દક્ષિણપૂર્વ રાજસ્થાન ઓડિશાના ભાગો દક્ષિણ છત્તીસગઢ કોસ્ટલ કર્ણાટક કેરળ.

અને હિમાચલ પ્રદેશના દક્ષિણ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદ પડી શકે છે ઉત્તરાખંડ અને તેલંગાણામાં એક કે બે ભારે સ્પેલ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ ઓડિશાના ભાગો ગંગાના પશ્ચિમ બંગાળના ભાગો પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દિલ્હી ઉત્તર પ્રદેશ.તમિલનાડુ આંતરિક કર્ણાટક તટીય આંધ્ર પ્રદેશ સિક્કિમના ભાગો અને પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ થઈ શકે છે.

Advertisement