હું મારી દૂરની ભત્રીજી સાથે 2 વર્ષથી પ્રેમ કરું છું, શું અમે બન્ને સે@ક્સ કરી શકીએ?….

સવાલ.હું 28 વર્ષનો યુવાન છું હું 2 વર્ષથી એક છોકરીના પ્રેમમાં છું તે પણ મને ઈચ્છે છે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ યુવતીના પરિવારજનોને વાંધો નથી પરંતુ મારા પરિવારના સભ્યો આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે.

Advertisement

કારણ કે છોકરી દૂરના સંબંધમાં મારી ભત્રીજી લાગે છે શું આપણા બંનેના લગ્ન શક્ય નથી?જો હા તો હું મારા પરિવારના સભ્યોને કેવી રીતે સમજાવું?એક યુવક(ગાંધીનગર)

જવાબ.છોકરી સાથે તમારું દૂરનું સગપણ હોવાથી તે તમારા સંબંધના માર્ગમાં આવશે નહીં ખાસ કરીને જ્યારે છોકરીના લોકોને આ સંબંધ સામે કોઈ વાંધો નથી તમારે તમારા પરિવારના સભ્યો પર દબાણ કરવું પડશે જો તેઓ તમારી વાત સાંભળતા નથી.

તો તમે કોઈ સંબંધી અથવા કુટુંબીજનોની મદદ લઈ શકો છો તેઓ તેમને સમજાવી શકે છે કે આવા દૂરના સગપણને પકડી શકાતું નથી જો છોકરી તમારા માટે યોગ્ય જીવનસાથી છે અને લગ્ન માટે ગંભીર છે તો પરિવારના સભ્યો વહેલામાં સહમત થશે છોકરીના પરિવારના સભ્યો પણ તેમની ઉજવણી કરી શકે છે.

સવાલ.મારી બહેનનું મૃત્યુ સળગી જવાને કારણે થયું હતું તેનાં સાસરીવાળાઓએ એને અકસ્માત ગણાવ્યો અમારું મન આ સ્વીકારવા તૈયાર નથી મેં અને મારા ભાઈએ અંત સમયે પણ બહેનનું પૂછ્યું હતું કે કહે કે તેને બાળી મૂકવામાં આવી છે કે અકસ્માતથી આગ લાગી હતી.

તેણે પણ સાસરિયાંઓની વાતમાં હા માં હા મિલાવી હતી દીદીનાં સાસુ અને નણંદ ઘણાં ક્રૂર છે લાગે છે કે આ બંનેએ મારી બહેનને સળગાવીને મારી નાખી છે મારા બનેવી ઘણા ભલા છે પરંતુ એ પણ કશું બોલતા નથી બહેનની બે પુત્રીઓ છે જેમાંની એક સાત વર્ષની અને બીજી પાંચ વર્ષની છે બહેને સાચું શા માટે કહ્યું નથી?એ સમજાતું નથી.એક ભાઈ (ભરૂચ)

જવાબ.તમારી બહેને જ જ્યારે એને અકસ્માત કહ્યો છે ત્યારે તમે શું કરી શકો તેમ છો?તમારે માત્ર એ વાતનો સ્વીકાર કરવો રહ્યો બની શકે કે એ અકસ્માત પણ હોય.

તમારી બહેન એટલા માટે ચૂપ રહી હોય કે તેની બે પુત્રી પરથી માનો છાંયડો તો છીનવાઈ રહ્યો છે ત્યારે પપ્પા કશી મુસીબતમાં ફસાય નહીં હવે જ્યારે તમારી બહેન આ દુનિયામાં નથી ત્યારે વિના કારણ વિચારો કરી શા માટે પરેશાન થઈ રહ્યાં છો?

સવાલ.હું 29 વરસની પરિણીતા છું મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે તેમને ઘરે આવતા પણ મોડું થાય છે રવિવારે પણ ઓફિસે જાય છે આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી મારા પતિને હું સમજાવી ચૂકી છું પરંતુ કોઈ ફેર પડયો નથી યોગ્ય માર્ગદર્શન આપશો.એક મહિલા(સુરત)

જવાબ.પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને પ્રસન્નતાથી મળો જેથી તેમનો દિવસ ભરનો થાક દૂર થઈ જાય તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે.

આમ છતાં પણ તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે?શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે.

સવાલ.મારી ઉંમર 30 વર્ષ છે મારા લગ્નને ચાર વર્ષ થયા છે અમને દોઢ વર્ષની એક પુત્રી છે હું નોકરી કરું છું અમારી ઑફિસના મોટા બોસ મને ઘણો પ્રેમ કરે છે હું પણ તેમને પ્રેમ કરું છું આ વાત ખોટી છે.

એ હું જાણું છું પણ હું મારી જાતને રોકી શકતી નથી તેમણે મને આર્થિક રીતે પણ ઘણી મદદ કરી છે તેઓ પણ પરિણિત છે અને તેમની પત્ની અને સંતાનોને ઘણો પ્રેમ કરે છે હું પણ મારા પતિ અને પુત્રીને ઘણો પ્રેમ કરું છું અમારો આ સંબંધ માત્ર ચુંબનો પૂરતો જ સિમિત છે.

તેમને સે-ક્સ સંબંધ બાંધવાની ઇચ્છા છે પરંતુ હું આ માટે તૈયાર નથી જો કે મને ઇચ્છા થાય છે ખરી પણ હું મારા પતિનો વિશ્વાસઘાત કરવા માગતી નથી અને મારા બોસ આ બાબતે મારા પર કોઇ જબરદસ્તી કરવા માગતા નથી શું કરું એ જ સમજ પડતી નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી એક મહિલા (બેલાપૂર)

જવાબ.તમારા પત્ર પરથી તમે બંને સંસ્કારી કુટુંબના લાગો છો અને તમને સારા-ખોટાનું ભાન છે તમારો સંબંધ ભવિષ્યમાં તમને બદનામી ન મેળવી આપે એ માટે અત્યારથી જ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ તમારી ભલાઇ છે આજે તમે તમારી જાત પર કાબુ રાખ્યો છે.

પણ આવતી કાલે લાગણીઓનો બાંધ તૂટી જતા ન થવાનું થઇ જશે અને પાછળથી તમને આ વાતનો ઘણો પસ્તાવો થશે પરંતુ તમે કશું પણ કરી શકશો નહીં આથી અત્યારથી જ ચેતી જાવ તમારે કારણે બે નિર્દોષ વ્યક્તિઓ અને માસુમ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જશ.

તમારે બંનેએ તમારા સુખી સંસારને બચાવવા એકબીજાને ભૂલી જવાની જરૃર છે શરૃઆતમાં આ કામ જરા અઘરું પડશે પણ પાછળથી તમને તમારા આ નિર્ણય માટે ગર્વ થશે શક્ય હોય તો નોકરી બદલી નાખો તમારા પ્રેમીની પત્ની અને તમારા પતિના નિસાસા તમને સુખી નહીં રહેવા દે આથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં જ તમારા સૌની ભલાઇ છે.

સવાલ.હું એક રૃઢિચૂસ્ત કુટુંબની પુત્રી છું નોકરી કરવા માટે મારે મારા માતા-પિતાને ઘણા મનાવવા પડયા હતા જેમ તેમ કરીને તેઓ આ માટે તૈયાર થયા હતા આજ સુધી તેમને નીચું જોવું પડે એવું કોઇ કામ મેં કર્યું નથી.

મને આ વાતનો ગર્વ છે પરંતુ હાલમાં મારી સાથે કામ કરતો એક યુવક મને પજવે છે તે ગમે તે સમયે મને ફોન કરે છે તે મારી સાથે મૈત્રી બાંધવા માગે છે અને હું તેની માગણી મંજુર નહીં કરું તો ગંભીર પરિણામ આવશે.

એવી ધમકી પણ આપે છે મને ઘણો ડર લાગે છે હું આ વાત મારા મમ્મી-પપ્પાને કહીશ તો તેઓ મને નોકરી છોડી દેવાની સલાહ આપશે શું કરવું તે સમજ પડતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (વલસાડ)

જવાબ.આ ગંભીર બાબત છે તમારે તમારી સલામતીના પગલા લેવા જ પડશે મારી સલાહ એ છે કે તમે તમારા માતા-પિતાને આ વાતની જાણ કરો કારણકે આ તમારી સુરક્ષાનો પ્રશ્ન છે તમે આ યુવકને પણ જણાવી દો કે તમને એનામાં જરા પણ રસ નથી.

અને તમે એની સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ બાંધવા માગતા નથી શક્ય હોય તો તમારી ઑફિસના બોસને આ વાત કરો પરંતુ આ પૂર્વે તમારે તમારા માતા-પિતાની સલાહ લેવાની જરૃર છે તમારી સલામતી કરતા આ નોકરી વધારે નથી શક્ય હોય તો બીજી નોકરી શોધો. નોકરી મળતા જ આ નોકરી છોડી દો.

Advertisement