મારી ઉંમર 26 વર્ષની છે મારાથી ગર્લફ્રેંડ પ્રેગ્નેટ થઈ પણ પત્ની પ્રેગ્નેટ નથી થતી શુ કરું?..

સવાલ.હું 28 વર્ષનો પરિણીત પુરુષ છું મારું વજન માત્ર 48 કિલો છે છેલ્લા આઠ વર્ષથી મારા વજનમાં કોઈ ફેર પડયો નથી મારે વજન વધારવું છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક ભાઈ (અમદાવાદ)

Advertisement

જવાબ.વજન વધારવા અને ઓછું કરવા માટે સ્પેશિયાલિસ્ટ હોય છે તમારે તેમની સલાહ લેવાની જરૂર છે તમે કોઈ નિષ્ણાત ડાયેટિશયનનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ અનુસરો પરંતુ વજન વધારવા માટે લેવામાં આવતા હાર્મોન્સથી દૂર રહેવાની ચેતવણી છે આમાં ફાયદાને બદલે જોખમ વધારે છે તમારે માત્ર તમારા ડાયેટ પર જ ધ્યાન આપવાની જરૂર છે આ માટે તમને ડાયેટિશયન જ મદદરૂપ થશે.

સવાલ.મને મારી સાથે ભણતા એક છોકરા સાથે પ્રેમ છે એ 20 વર્ષનો છે જ્યારે હું 19 વર્ષની છું તે મારી સાથે લગ્ન કે વેવિશાળ કરવા તૈયાર નથી તેણે ઘણી વાર મારો વિશ્વાસઘાત કર્યો છે એ પણ હું જાણું છું મારે તેની પાસેથી લગ્નનું વચન જોઈએ છીએ હું મારી જાતને ઘણી અસુરક્ષિત માનું છું મારે શું કરવું જોઈએ એની સલાહ આપવા વિનંતી.એક યુવતી (જામનગર)

જવાબ.લગ્નનો વિચાર કરવા માટે તમારા બન્નેની ઉંમર ઘણી નાની છે તમે પણ આ ઉંમરે વચનમાં બંધાવ તો પણ આજથી ચાર-પાંચ વરસ પછી તમે પણ એ વચન પાળશો કે નહીં એ બાબતે શંકા છે તમારો પ્રેમી એક એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

જે ઉંમરમાં કિશોરોને યુવા છોકરીઓ સાથે ફલર્ટ કરી તેમનું પુરુષાતન સાબિત કરવાની હોંશ હોય છે વચનબધ્ધ નહીં થઈને તેણે તેની પ્રમાણિકતા દાખવી છે આથી તમે પણ એ આગ્રહ છોડી અભ્યાસમાં ધ્યાન આપો અને જીવનમાં આગળ વધી જાવ.

સવાલ.મારા લગ્નને ચાર વર્ષ થયા છે અમે પૈસે-ટકે સુખી છીએ અમારા બન્નેની નોકરી પણ સારી છે અમે પ્રવાસ પણ કરીએ છીએ હવે મારી પત્નીને એક સંતાનની ઝંખના છે પરંતુ મને સંતાન જોઈતું નથી મારા નજીકના સંબંધી અને તેની પત્ની છૂટા પડયા ત્યારે તેમના સંતાનો ઘણા દુ:ખી થયા હતા સંતાનને જન્મ આપી વધુ બોજો અને માનસિક તાણ કેમ વધારવી એમ મારું માનવું છે.એક ભાઈ (મુંબઈ)

જવાબ.તમે ઘણા સ્વાર્થી હો એમ લાગે છે તમારા માતા-પિતાએ પણ આવો વિચાર કર્યો હોત તો તમારું અસ્તિત્વ જ હોત નહીં તમારા નજીકના સંબંધી જે પરિસ્થિતિમાંથી પસાર થયા એનાથી તમે પણ પસાર થશો જ એવું કોણે લખી આપ્યું છે?

આવું વિચારતા બેસીએ તો જીવનમાં કોઈ કામ જ થાય નહીં સંતાનો એ કુદરતની દેણ છે અને આપણા જીવનનો મહામૂલ્ય આનંદ છે સંતાનો લગ્ન જીવનને વધુ મજબૂત બનાવે છે અને પતિ-પત્ની વચ્ચે એક સેતુ બાંધે છે આથી આવા વિચારો છોડી એક નવા જીવનું સર્જન કરવા મન બનાવો અને તમારી પત્નીની ઇચ્છાને માન આપો.

સવાલ.મારાં લગ્નને બે વર્ષ થયાં છે લગ્ન પહેલાં બે ગર્લફ્રેન્ડ સાથે ઘનિષ્ઠ રિલેશન હતા તે બન્ને સાથે મને ક્યારેય સે-ક્સલાઇફમાં પ્રૉબ્લેમ નથી આવ્યો અને એક વાર તો એક ગર્લફ્રેન્ડનું અબૉર્શન કરાવવું પડ્યું હતું જોકે મૅરેજ પછી બાળક માટે ટ્રાય કરી તો એમાં સક્સેસ નથી મળતી.

ડૉક્ટરે બન્નેના રિપોર્ટ્સ કઢાવ્યા વાઇફના રિપોર્ટ્સ તો નૉર્મલ આવ્યા છે પણ મારા સીમૅનમાં સ્પર્મ જ નથી એવું આવ્યું કાઉન્ટ થોડાક ઓછા હોય એ વાત સમજાય પણ હું હજી યંગ છું એકત્રીસ વર્ષની જ મારી એજ છે ત્યારે ઝીરો સ્પર્મકાઉન્ટ આવી શકે?

જો એવું હોય તો અગાઉ જે ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ બની એ કેવી રીતે શક્ય બને?ઝીરો સ્પર્મનો અર્થ એવો થાય કે હું પુરુષમાં નથી?મને કદી ઉત્તેજનામાં વાંધો નથી આવ્યો પાર્ટનરને પૂરેપૂરું સૅટિસ્ફૅક્શન મળે છે પણ ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા છે સીમૅનની ક્વૉન્ટિટી સારી છે પણ સ્પર્મ નથી જો હું પુરુષમાં ન હોત તો ગર્લફ્રેન્ડ પણ પ્રેગ્નન્ટ ન થવી જોઈએને?એક યુવક(વલસાડ)

જવાબ.સીમૅનમાં સ્પર્મ હોવા કે ન હોવાને પુરુષમાં હોવા ન હોવા સાથે કોઈ લેવાદેવા નથી સ્પર્મ ન હોવાથી તમે પિતા નહીં બની શકો પણ તમે પુરુષમાં નથી એવું ધારી લેવું ઠીક નથી સાયન્ટિફિકલી સમજો તો સીમૅનમાં સ્પર્મનો ભાગ માત્ર એક ટકા જેટલો જ હોય છે.

જ્યારે સીમૅનમાં સ્પર્મ ઝીરો હોય ત્યારે બે શક્યતાઓ રહે છે એક એ કે ટેસ્ટિકલ્સમાં સ્પર્મ બને છે પણ ઇજેક્યુલેશન વખતે પેનિસમાંથી બહાર આવતી નળીમાં બ્લૉકેજને કારણે એ બહાર આવતા ન હોય.ઘણા પુરુષોમાં આ ટ્યુબની ખામીને કારણે સ્પર્મ બનતા હોવા છતાં સીમૅનમાં એ જોવા મળતા નથી.

તમારા કહેવા મુજબ તમારી ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થઈ હતી એટલે આ ચાન્સિસ વધારે છે એવા સંજોગોમાં આ ટ્યુબનું બ્લૉકેજ દૂર કરી શકાય અને જો બ્લૉકેજ દૂર ન થાય એમ હોય તો ડાયરેક્ટ ટેસ્ટિકલ્સમાંથી સ્પર્મ લઈને ટેસ્ટટ્યુબ બેબીની પ્રક્રિયા થકી બાળક મેળવી શકાય પણ જો ટેસ્ટિકલ્સમાં પણ સ્પર્મ ન બનતા હોય તો તમારા પપ્પા બનવાના ચાન્સિસ નથી રહેતા જોકે તમારા કેસમાં પહેલી શક્યતા વધારે છે એટલે તમે સારવાર માટે મેલ ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટને મળો એ હિતાવહ છે.

સવાલ.હું 24 વર્ષની છું મારા આગળના એક દાંત પર બીજો દાંત ઉગ્યો છે અને સમય જતા બે દાંત વચ્ચે અંતર આવી ગયું છે જેને લીધે હસતી વખતે ઘણું ગંદુ લાગે છે મને આથી ઘણી શરમ આવે છે યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (નડિયાદ)

જવાબ.તમારે કોઈ નિષ્ણાત કોસ્મેટિક ડેન્ટિસ્ટસની સલાહ લેવાની જરૂર છે યોગ્ય તપાસ કર્યાં પછી તેઓ તમારી સમસ્યા દૂર કરશે દાંતમાં બ્રેસીસ પહેરવા પડે તો ગભરાતા નહીં આ એક સામાન્ય પ્રક્રિયા છે જેને કારણે કોઈ પણ સમસ્યા થશે નહીં આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે આથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી યોગ્ય સારવાર પછી તમારા દાંત પણ સામાન્ય બની જશે.

Advertisement