મારી ઉંમર 60 વર્ષ ની છે હું સમાગમ દરમિયાન પાવર વધારવા મેગાલિસ 20 પાવર ની ગોળી લવ છું,તો શું હું બીજી આવી ગોળી લઈ શકું…

સવાલ.હું 22 વરસની છું અને મારી સમસ્યા એ છે કે ચોકલેટ કે બિસ્કિટ જોઈને હું મારી જાતને રોકી શકતી નથી અને વધુ પડતા ખાઈ લઉં છું આ આદતથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ?એક યુવતી (મીનાવાડા)

Advertisement

જવાબ.મોટે ભાગે વધુ પડતા ખાવા પાછળ કોઈ બીજું જ કારણ હોય છે મોટે ભાગે આ પાછળ કોઈ એક પ્રકારનું ડિપ્રેશન કામ કરી જાય છે અને ચોકલેટ કે બિસ્કિટ જેવી વસ્તુઓ ખાધા પછી તેમનો મૂડ સુધરે છે આથી તમને કયું કારણ પરેશાન કરે છે એ જાણવાનો પ્રયત્ન કરો.

એ પછી તમે તમારી જાતને ફીટ રાખવા માટે કોઈ વ્યાયામ નક્કી કરી શકો છો આ સમસ્યા દૂર કરવા માટે તમે કોઈ મનોચિકિત્સકની સલાહ લઈ શકો છો મૂળ કારણ શોધ્યા વિના એનો ઉપાય શક્ય નથી પરંતુ તમારે તમારા જીવનમાં થોડી શિસ્ત લાવવાની જરૂર છે.

સવાલ.હું 26 વરસની છું મારે મારા નિતંબ અને જાંઘ સુદ્રઢ બનાવવા છે મસ્ક્યુલર લાગે નહીં એ રીતે શરીરના આ ભાગ સુદ્રઢ બનાવવા માટે મારે શું કરવું જોઈએ?એક યુવતી (સુરત)

જવાબ.સ્થૂળ નિતંબ અને જાંઘની સમસ્યા મોટાભાગની યુવતીઓને પરેશાન કરે છે કારણ કે શરીરના અન્ય ભાગો કરતા આ ભાગોમાં ઝડપથી મેદ જમા થઈ જાય છે એરોબિક્સ વોકિંગ સ્વિમિંગ જોગિંગ તેમ જ સાયકલિંગ જેવા વ્યાયામ તમને ઉપયોગી થઈ શકે તેમ છે.

આ ઉપરાંત તમારે તમારા આહારમાંથી ચરબી વધારે એવા પદાર્થોનું સેવન મર્યાદિત કરવાની જરૂર છે શરીર ચુસ્ત અને ફીટ રાખવા માટે વ્યાયામ અને આહાર નિયંત્રણ શ્રેષ્ઠ ઉપાય છે તમે તમારા ઘરની નજીક આવેલા કોઈ જીમ્નેશિયમમાં પણ નામ નોંધાવી શકો છો.

સવાલ.મારી ઉંમર ૬૮ વર્ષની છે અને હું નિવૃત્ત છું મારી પત્ની ૬પ વર્ષની છે હું સં-ભોગ લાંબો ચલાવવા મેગાલિસ-૨૦ પાવરની ગોળી લઉં છું જેને લીધે હું સં-ભોગનો પૂરતો આનંદ લઉં છું પેનિસનું ઉત્થાન બરાબર થતું હોવાથી વાઇફને પણ પૂરેપૂરો અનુભવ થાય છે.

અને અમે સે-ક્સનો આનંદ બરાબર માણીએ છીએ મારે એ જાણવું છે કે સે-ક્સ હજી વધારે લાંબો સમય સુધી ચલાવવા મેગાલિસ-૨૦ની સાથે હું પૅરાક્સિટિન-૨૦ પાવરની ગોળી લઈ શકું?મારો એક મિત્ર આ બન્ને ગોળી સાથે લે છે અને તેને કોઈ સાઇડ ઇફેક્ટ દેખાતી નથી મારે આ બન્ને દવા ચાલુ કરવી જોઈએ કે નહીં?

જવાબ.ના ક્યારેય નહીં તમે પૂછેલા સવાલનો આ સીધો અને સરળ જવાબ છે કોઈને આપવામાં આવેલી મેડિસિન તેના માટે લાભદાયી હોય એનો અર્થ એવો બિલકુલ નથી કે એ તમારા માટે પણ લાભકર્તા પુરવાર થશે.

આ જ મેડિસિન નહીં જગતની કોઈ પણ મેડિસિન જ્યારે પ્રિસ્ક્રાઇબ્ડ કરવામાં આવતી હોય ત્યારે જે-તે વ્યક્તિની કેસ-હિસ્ટરી જોઈને તેને આપવામાં આવતી હોય છે એટલે તેને લાભકારી પુરવાર થઈ હોય તો પણ બીજા કોઈએ એ દવા લેવી જોઈએ નહીં.

બીજું એ કે તમે જે બન્ને ડ્રગ્સનાં નામ વાપર્યાં છે એ બન્ને ડ્રગ્સ પ્રિસ્ક્રાઇબ્ડ ડ્રગ્સ હોવાને કારણે એ ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ ધારો કે તમે તમારા મિત્ર પાસેથી એ દવા લેવાના હો તો પણ એવી ભૂલ કરતા નહીં.

જો આ ઉંમરે પણ તમને સે-ક્સમાં આનંદ આવતો હોય અને તમારી વાઇફને પણ મજા આવતી હોય તો આ પ્રકારના ઘરમેળે રસ્તાઓ કાઢવાને બદલે બહેતર છે કે તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એ મેડિસિન લો.

આ ઉપરાંત તમે આયુર્વેદના રસ્તે પણ ચાલી શકો છો આયુર્વેદમાં અનેક ઓસડિયાં એવાં છે જે તમારી જરૂરિયાત પૂરી કરી શકે છે અને એની કોઈ આડઅસર પણ નથી. મારી પર્સનલ ઍડ્વાઇઝ છે કે સે-ક્સનો આનંદ મહત્ત્વનો છે એ વાત મનમાં રાખો એના પિરિયડને લંબાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરવા કરતાં ફોર-પ્લેનો આધાર લઈને તમે તમારી
સે-ક્સ-સાઇકલને લાંબો સમય ચલાવી શકો છો.

સવાલ.મારા લગ્ન થયે ચાર વરસ થયા છે મને ત્રણ વરસનો એક પુત્ર છે મારી સમસ્યા એ છે કે હું સંયુક્ત પરિવારમાં રહું છું અને મારા સાસુ-સસરા મારા પુત્રને ઘણા લાડ કરે છે.

હું તેને શિસ્તમાં રાખવાનો પ્રયાસ કરું છું તો હું એની અળખામણી બનું છું મારો પુત્ર તેમને પજવે તો તેને વઢવા માટે મારા સાસુ-સસરા મને બોલાવે છે આમ હું તેની નજરમાં ખરાબ બની ગઈ છું મારે શું કરવું તે સમજતું નથી યોગ્ય સલાહ આપશો.એક બહેન (આણંદ)

જવાબ.દાદા-દાદી તેમના સંતાનોના સંતાનોને વહાલ કરે એ સામાન્ય છે આપણામાં કહેવત છે કે વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ વધુ વહાલું હોય છે તમારા સાસુ-સસરા તમારા પુત્રને લાડ કરે છે એ વાતે તમારે દુ:ખી થવાની જરૂર નથી.

સંતાનના ઉછેર મારે તમને તેમની મદદ મળે છે એ વાતનો આનંદ માણો અને તમને મળતો ફૂરસદના સમયનો તમને મનગમતી પ્રવૃત્તિમાં ઉપયોગ કરો સાથે સાથે સંતાનને શિસ્તમાં રાખવા એ પણ જરૂરી છે તેને વઢ્યા વિના તેની મનપસંદ પ્રવૃત્તિમાં તેને સાથ આપો.

બળથી નહીં પણ કળથી કામ લો અને તેને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરો તમારો પુત્ર હજુ કુમળું ઝાડ છે તમે જેમ વાળશો એમ વળશે તેને મારો નહીં તમારા સાસુ-સસરાને સમજાવો કે તેમના આ વર્તનથી તમારા પુત્ર સાથેના તમારા સંબંધ પર અસર થાય છે બાળકને શિસ્તનું મહત્ત્વ સમજાવવા માટે તમે તમારા પતિની મદદ પણ લઈ શકો છો.

સવાલ.હું 23 વર્ષની છું ઘરમાં મારા પિતા અને ભાઇ-ભાભી છે પરંતુ કોઈ મારા તરફ ધ્યાન આપતું નથી મારી મોટી બહેનના લગ્ન થઈ ગયા છે પરંતુ મારા લગ્નની કોઈને ચિંતા નથી.

મારી મોટી બહેનને સાસરામાં ત્રાસ હોવાથી મને પણ લગ્ન કરવાનો ડર લાગે છે કોઈ વાર આત્મહત્યા કરવાનો પણ વિચાર આવે છે શું કરવું તે સમજાતું નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (મંજુસર)

જવાબ.સમસ્યાઓથી દૂર ભાગવું અથવા આત્મહત્યાનો વિચાર કરવો એ કાયરતાની નિશાની છે આથી મનમાંથી આ વિચાર દૂર કરો જિંદગીમાં ચઢાવ-ઉતાર તો આવ્યા જ કરે છે.

એનાથી ગભરાવું જોઈએ નહીં આ પારિવારિક સમસ્યાઓમાંથી બચવા માટે સૌ પ્રથમ તો કોઈ નોકરી શોધીને આર્થિક રીતે પગભર બનો પરિવારના કોઈ સમજુ સભ્યને તમારા મનની વાત કરો તમારી જાતે તમારો જીવનસાથી શોધો તમારી બહેનને સાસરામાં ત્રાસ છે એટલે તમને પણ ત્રાસ પડશે એમ માનવાની જરૂર નથી કોઈ રસ્તો જરૂર મળી આવશે.

Advertisement