મારો મિત્ર મારી સાથે સે@ક્સ કરવા માંગે છે, મારે પણ બાંધવા છે પણ હું શું કરું?…

સવાલ.હું 28 વર્ષની છોકરી છું એક યુવક સાથે 6 વર્ષથી મિત્રતા હતી 2 વર્ષથી અમારો સંબંધ ખૂબ જ ગાઢ બની ગયો છે અમારા પરિવારના સભ્યો અમારા લગ્ન માટે સહમત નહીં થાય અને અમે પરિવારના સભ્યો વિરુદ્ધ જઈ શકીએ નહીં.

Advertisement

થોડા મહિનાઓથી મારો મિત્ર મારી સાથે સે-ક્સ કરવા માંગે છે પરંતુ મને તે ખોટું લાગ્યું તેથી જ હું કોઈને કોઈ બહાનું કાઢવાનો પ્રયત્ન કરતો રહું છું જ્યારે પણ તે મળે છે તે વસ્તુઓમાં તેની ઇચ્છા વ્યક્ત કરે છે મને કહો હું શું કરું?એક યુવતી(ભાદરણ)

જવાબ.આ સંબંધોને એવી જ રીતે ચાલવા દો જેમ તમે લોકો આટલા વર્ષોથી મિત્રો છો જ્યારે તમે બંનેને ખબર છે કે તમારે બીજે લગ્ન કરવાના છે તો પછી આ એકતરફી શારી-રિક સંબંધ બનાવીને.

તમે તમારા માટે મુશ્કેલી કેમ ઉભી કરવા માંગો છો જો છોકરો તેની ઈચ્છા વ્યક્ત કરે તો તમે ના પાડી શકો છો કદાચ તેને ખરાબ લાગે છે તમારી મિત્રતા પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે આવી સ્થિતિમાં તમે માતાપિતાને સમજાવો તે સારું છે.

સવાલ.હું 26 વરસની છું મને એક યુવક સાથે પ્રેમ હતો પરંતુ તેણે બીજે લગ્ન કર્યાં અને અત્યારે તે બે સંતાનોનો પિતા છે તે 28 વરસનો છે તાજેતરમાં તેની સાથે મારી મુલાકાત થઇ હતી તેણે મને જણાવ્યું કે તે તેની પત્ની સાથે ખુશ નથી અને તેણે મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી હું હજુ સુધી તેને ભૂલી શકી નથી તેની સાથે લગ્ન કરવા માટે મારે શું કરવું જોઇએ?એક યુવતી(પાદરા)

જવાબ.એ તમને ખરેખર પ્રેમ કરતો હતો તો તેણે બીજે લગ્ન કેમ કર્યાં? તે તેની પત્ની સાથે ખુશ નથી એટલે ફરીથી તમારી પાસે ફરવા માગે છે આમ હોત નહીં તો તેણે તમને યાદ કર્યાં જ નહોત આમ પણ કાયદાની દ્રષ્ટિએ તે પરિણીત છે.

આથી તમે એનાથી અંતર જાળવીને રહો એમા જ તમારી ભલાઇ છે તેનો ઘર સંસાર ભાંગીને સુખ મેળવવાના સપના જુઓ નહી આ યુવકને ભૂલી તમારી કારકિર્દી પર ધ્યાન આપો અને કોઇ યોગ્ય યુવાન સાથે પરણી સુખી સંસાર માણો આવા બકવાસ વિચારો કરી તમારો અમુલ્ય સમય વેડફો નહીં.

સવાલ.હું 24 વરસની છું મારા લગ્નને બે વરસ થયા છે પરંતુ મારા પતિ નામર્દ છે હજુ સુધી અમારી વચ્ચે શારી-રિક સંબંધ બંધાયો નથી તેમજ તેમના માતા-પિતા પણ મારી સાથે ખરાબ વર્તાવ કરતા હતા આ કારણે હું મારે પિયર પાછી ફરી છું.

લગ્ન પૂર્વે મને એક યુવક સાથે પ્રેમ હતો પરંતુ મારા માતા-પિતાએ પરાણે મારા લગ્ન બીજે કરાવ્યા હતા આ યુવક હજુ પણ મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા તૈયાર છે મારે પણ તેની સાથે લગ્ન કરવા છે તો મારે શું કરવું?એક યુવતી(મહેમદાવાદ)

જવાબ.કાયદા મુજબ તમારા આ લગ્ન રદબાતલ થઇ શકે છે અને આ માટે તમારે કોઇ નિષ્ણાત વકીલની સલાહ લેવી જરૂરી છે તમારા પતિની તબીબી તપાસ તમારો કેસ મજબૂત કરી શકે છે કોર્ટ દ્વારા તમને કાયદેસર છૂટાછેડા મળી ગયા પછી તમે તમારા પ્રેમી સાથે લગ્ન કરી શકો છો.

પરંતુ આ મામલે તમારે કોઇ વકીલની સલાહ પ્રમાણે જ આગળ વધવું પડશે પરંતુ એ પૂર્વે તમારો પ્રેમી તેના નિર્ણયમાં મક્કમ છે એ વાતની ખાતરી કરી લો જો કે તમારા મામલામાં છૂટાછેડા લેવા એ જ યોગ્ય વિકલ્પ છે.

સવાલ.હું 25 વરસનો છું મેં કોર્ટ મેરેજ કર્યાં હતા અમારા બંનેના પરિવારજનોએ અમારા આ લગ્ન સ્વીકારી લીધા હતા પરંતુ એ પછી પારિવારિક ઝઘડાને કારણે મેં મારી પત્ની પર હાથ ઉઠાવ્યો હતો.

જેને કારણે તે તેને પિયર જતી રહી છે હું તેને મનાવવા ગયો હતો પરંતુ તે માનતી નથી ત્રણ મહિનાથી તે પિયર જ છે તેના ઘરવાળા તેના બીજે લગ્ન કરી દેશે એનો મને ડર લાગે છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવક (સુરત)

જવાબ.તમારા લગ્ન કોર્ટમાં રજીસ્ટર થયા હોવાથી છૂટાછેડા વગર તમારા બંનેમાંથી કોઇ પણ બીજા લગ્ન કરી શકે તેમ નથી તમે પત્નીથી એક વર્ષ કરતા વધુ સમય સુધી અલગ રહેશો તો છૂટાછેડા માટે એક કારણ મળી જશે પત્નીને મારવાનું કારણ પણ તમારો કેસ નબળો કરી શકે છે.

કોઇ વડીલની મધ્યસ્થી લઇને પત્નીને મનાવવાનો પ્રયાસ કરો તમારી ભૂલ સ્વીકારી લો અને હવેથી આમ થશે નહીં એ વાતની તેને ખાતરી કરાવો નાદાનીની વયમાં સમજ્યા કર્યાં વગર લગ્ન કરવાને કારણે આવી સમસ્યા ઉત્પન્ન થાય છે.તમારે તમારું લગ્ન જીવન બચાવવું હશે તો પત્નીને મનાવવી જ પડશે.

સવાલ.હું 24 વરસની છું અભ્યાસ કરું છું મને મારા મામાના પુત્ર સાથે પ્રેમ છે અમે તન મન ધનથી એકબીજાના થઇ ગયા છીએ એમ તમે કહી શકો છો હવે અમે એકબીજા વિના રહી શકતા નથી અમારે લગ્ન કરવા છે શું એવો કોઇ ઉપાય છે ખરો જેથી અમે અમારા ઘરની ઇજ્જત ખરાબ થાય નહીં એ રીતે સાથે રહી શકીએ?એક યુવતી(વલસાડ)

જવાબ.હિંદુ લગ્ન કાયદા અનુસાર તમે તમારા મામાના છોકરા સાથે લગ્ન કરી શકો તેમ નથી આપણા સમાજમાં નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન શક્ય નથી અને આવા લગ્નો દરમિયાન જન્મતા સંતાનોમાં ખામી રહેવાની શક્યતા છે.

કોર્ટમાં તમે લગ્ન કરી શકો એમ મને લાગતું નથી અને તમારા બંનેના પરિવાર આ કારણે નારાજ થાય અને તમારો બહિષ્કાર કરે એવી શક્યતા છે આપણા હિંદુ સમાજમાં અમુક જ્ઞાાતિઓમાં આવા લગ્નોને સમાજે મંજુરી આપી છે પરંતુ મને નથી લાગતું કે તમારા સમાજને આ સ્વીકાર્ય હોય આથી તમે બંને એક બીજાને ભૂલીને નવેસરથી જિંદગી શરૂ કરો.એમા જ તમારી ભલાઇ છે.

સવાલ.હું 22 વર્ષની કોલેજમાં ભણતી છોકરી છું માસિક દરમિયાન મારા સ્તનોમાં ઘણો દુઃખાવો થાય છે અને એ ભારે થયા હોવાનું પણ મને લાગે છે આ કેન્સરની નિશાની એવો મને ડર લાગે છે યોગ્ય સલાહ આપશો.એક યુવતી (આણંદ)

જવાબ.માસિક પૂર્વે ઘણી યુવતીઓને આ સમસ્યા પરેશાન કરે છે અને બ્રેસ્ટ કેન્સર સાથે કોઇ સંબંધ નથી પ્રવાહીનો ભરાવો થવાને કારણે આમ થાય છે તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવા જરૂર છે જે તમને યોગ્ય સલાહ આપશે તેમણે સૂચવેલા ઉપચાર પછી તમને ફાયદો થશે માસિક દરમિયાન વધુ પડતા ચા-કોફી પીઓ નહીં તેમજ યોગ્ય માપની બ્રા પહેરો ચિંતા કરવાની જરૂર નથી ડૉક્ટરની સલાહ પછી બધું ઠીક થઇ જશે.

Advertisement