મેઘ મહેર, આગામી 4 દિવસ ગુજરાતમાં પડી શકે છે સાર્વત્રિક ભારે વરસાદ, આ વિસ્તારો રખાયા એલર્ટ પર..

ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી રાજ્યના 31 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સોમનાથના સુત્રાપાડમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

Advertisement

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે શુક્રવારે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.આવતીકાલે સુરતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

જ્યારે નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા.

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસમાં તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે.

વરસાદની આગાહી બાદ રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યું કે, ગાંધીનગરથી NDRFની ટીમને કચ્છ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમ આણંદથી વલસાડ પહોંચી છે. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય પર છે. એક ટીમ પોરબંદર પહોંચી છે.

8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમદાવાદમાં દક્ષિણ અમદાવાદ ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.

આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. મધ્યપ્રદેશમાં સેન્ટ્રલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં તેની અસર છે.

વલસાડના ઉમરરગામ તાલુકામાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ યથાવત છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉમરગામમાં હજુ સીઝિનનો કુલ 25 ઈંચ વરસાદ નોંધાયો છે.

મોટાભાગના જળાશયો ભરાયા નથી.જોકે સતત ચાર દિવસથી અવિરત મેઘ મહેના કારણે ખેડૂતો માટે આશીર્વાદરૂપ માહોલ છે.

ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ સુધી ચોમાસું જામ્યું નથી અને જેના પગલે અનેક જળાશયોમાં જળસ્તર સતત ઘટી રહ્યા છે. રાજ્યના 83 જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર છે જ્યારે 10 જળાશયો ખાલીખમ છે.

Advertisement